________________
નવકારે શિયળ બચાવ્યું
પૂ. મુનિશ્રી અપૂર્વરત્નસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી મુક્તિરત્નસાગરજી મ.
(અત્રે રજૂ થયેલ ૬ દાંતો નવકારમંત્રના ચમત્કારો''માંથી સાભાર ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. ] સં.)
મુંબઈથી અમીર કુટુંબના એક બેન પોતાના કોઈક સંબંધીને ત્યાં રાજકોટ આવેલાં. રાજકોટમાં પ્રસંગ પત્યા પછી તેઓ એક બે દિવસમાં જવાની તૈયારી કરતાં હતાં. ત્યાં તો મુંબઈથી અચાનક કોલ આવ્યો કે તમો તરત આવી જાવ, ગાડી મોકલી છે.
સાંજના મોટર લેવા માટે આવી ગઈ પણ સાથે બીજી કોઈ વ્યક્તિ નહિ. એકલો ડ્રાઇવર જ મોટર લઈને આવ્યો હતો. પેલાં બેને પૂછ્યું; કેમ કોઈ આવ્યા નહિ? ડ્રાઇવરે કહ્યું કે કોઈ આવી શકે તેમ નથી. એટલે શેઠે મને એકલાને મોક્લ્યો છે. અને આપને અત્યારે જ આવવું પડશે. સવાર પહેલાં તો મુંબઈ પહોંચવું છે.
પેલા બેન થોડાંક અચકાયાં; પણ ડ્રાઇવર ઘરનો વિશ્વાસુ અને વફાદાર હતો એટલે તેવી કોઈ મનમાં બીક નહોતી. છતાં યુવાનવય અને અદ્ભુત રૂપ આ બેયની સામે રાજકોટથી મુંબઈ સુધીની મુસાફરી ત્રિના સમયમાં અને તે પણ એકલા યુવાન ડ્રાઇવરની સાથે, તે જરા લોકાપવાદનું કારણ બને જ. એટલે પોતાની એક બહેનપણીને સાથે લઈ લીધી. અને આમ બંને બહેનોને મોટરમાં પાછલી સીટ ઉપર બેસાડી ફાટક બંધ કરીને ડ્રાઇવરે ગાડી મુંબઈ ભણી હંકારી.
કહ્યું, ‘શેઠાણી બા! થોડીક જ દૂર ઉપર ગામ આવે છે. ત્યાં જઈને શંકા પતાવજો. પણ પેલા બેન રોકી શકે તેમ નહોતા. એટલે ગાડી ઊભી રાખી.
બંને બહેનો ગાડીમાંથી નીચે ઊતર્યાં. સામેની સાઈડે લઘુશંકા પતાવી અને પાછા આવી પોતાની ગાડીમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં તો અચાનક ‘ઊભા રહો'ની બૂમ સાંભળતાં બધાં જ ચોંકી
પડ્યા.
અને જુએ છે તો હાથમાં બંદૂક લઈ ૪ થી ૫ લૂંટારા જેવા લાગતા માણસોએ બંને બહેનોને ઘેરી લીધી હતી. હૃષ્ટપુષ્ટ શરીર, લાંબી લાંબી પૂંછો, મોટી મોટી આંખો અને ભરાવદાર ચહેરો... માથે સાફો પહેરેલો અને જાણે કોઈ ડાકુઓની ટોળકીના જ આ માણસો હોય તેવા લાગતા હતાં.
બેય બહેનોના ગભરાટનો પાર ન રહ્યો. શું કરવું તે જ સમજાયું નહિ. અને પેલો ડ્રાઇવર પણ ઊભો ઊભો ધ્રુજવા માંડ્યો. પેલા શ્રીમંત બહેન કહે છે કે ભાઈ તારે શું જોઈએ છે? લ્યો, આ મારા સર્વ દાગીના તમોને આપી દઉં છું. એમ કહીને પોતાના શરીર ઉપર શોભી રહેલા કિંમતી દાગીના પેલા બેન ઉતારવા લાગ્યાં, પણ પેલો બંદૂકધારી તો કહે છે કે, ‘નહીં, આ નહીં જોઈએ, તમે આ બાજુ ચાલો’. એમ કરી સામેની સાઇડ બતાવી કે આમ ચાલો! એટલે તો જાણે કિંકર્તવ્ય વિમુઢ બની ગયા. કારણ કે ‘આ બાજુ ચાલો' એટલે શું? આ તો શિયળનું આવી બન્યું. હવે શું કરવું? આમાંથી બચવું શી રીતે? એવી વિચારણા કરવા લાગ્યાં.
રાજકોટથી ઘણું આગળ નીકળી ગયા. પછી રાત્રિમાં એક ગામથી થોડીક દૂર હતા અને એ બેય બહેનોને લઘુ શંકા ટાળવાની ક્યારની ઇચ્છા હોવાથી ડ્રાઈવરને ગાડી રોકવાનું કહ્યું. ડ્રાઇવરે
પેલો લૂંટારો પણ ધનની લૂંટ રોજ કરતો હશે. પણ આજે તો આ રૂપ જોઈ તેને જાણે રૂપની લૂંટ
જે ઘરમાં નવકારનો, સદા રહે સ્થિર વાસ; વિષમ ગ્રહ તેના બધા, બની જાય લાચાર.'−૮૩
சு
૧૪૨