SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડીની ગુલામી ગઈ! નિશ્ચે શ્રી નવકાર નિત્યે જપતાં જય જયકાર’ શ્રી મુનીન્દ્ર’ ૮૦-૮૫ વર્ષ પહેલાંની વાત છે. કચ્છમાં અંજાર પાસે આંબરડી ગામે પૂ. દાદાશ્રી જીતવિજયજી મ. નું આગમન થયું. થોડાક દિવસોના ચેકાણ દરમ્યાન પુજ્યશ્રીના વ્યાખ્યાનો ચાલ્યા. એક વખતે પૂજ્યશ્રીએ સભામાં જોયું તો એક ઝોચ કુટુંબના ભાઈની ગેરહાજરી હતી, જેઓ દરરોજ વ્યાખ્યાનમાં અચૂક આવે. બીજે દિવસે આવ્યા ત્યારે ગેરહાજરીનું કારણ પૂછતાં શ્રી ઝોરાએ જણાવ્યું ‘સાહેબ શું કરું? લાચાર છું. પગની તકલીફના કારણે ઘોડી વિના ચાલી શકાતું નથી. ગઈ કાલે તે તૂટી ગઈ હતી. સુથારને સમારવા આપેલી તેથી આવી શક્યો નહિ. ક્ષમા કરજો ગુરુદેવ!' ‘તારા જેવાને વળી ઘોડીની ગુલામી?' ‘ગુલામીને ઇચ્છે કોણ? પણ પરવશતાએ બધું જ કરવું પડે. આપ આ ગુલામીથી છોડાવશો?' ‘તારે છૂટવું હશે તો છોડાવીશ. પણ હું કહું તે માનવું પડશે. બોલ માનીશ? ‘જરૂર...જરૂર... ગુરુદેવ! આપનું નહિ માનું તો કોનું માનીશ? ફરમાવો આજ્ઞા.' તો ગણ અત્યારે જ પાંચ બાંધી નવકારવાળી અને જો નમસ્કારનો ચમત્કાર.’ પેલા ભાઈએ તો ત્યાં ઊભે-ઊભે જ થોડી સાથે નવકારવાળી ગણવાનું શરૂ કરી દીધું ચાર નવકારવાળી પૂરી થઈ પાંચમી અર્ધો થતાં ચમત્કાર સર્જાયો. થોડી જમીન પર પડી ગઈ...અને શ્રી ઝોરાના પગની બધી જ તકલીફ ગાયબ થઈ ગઈ. પાંચમી નવકારવાળી પૂરી ગણીને ચાલવાની શરૂઆત કરી તો તેમને પોતાને પણ આશ્ચર્ય થયું. આ શું? એક સામાન્ય માણસની જેમ પોતે ચાલી રહ્યો હતો...એના આશ્ચર્યની અવધિ ન રહી. આખા ગામમાં આ વાત ફેલાઈ. બધા જ શ્રી નમસ્કાર મહામંત્રનો તથા પૂ.ગુરુદેવના આશીર્વાદનો પ્રત્યક્ષ ચમત્કાર જોઈ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. પેલા ભાઈ ત્યારથી જિંદગીના અંત સુધી દરરોજ કમસે ક્રમ પાંચ બાંધી નવકારવાળી તો અવશ્ય ગણતા રહ્યા. આ વાત આંબરડીના લોકો તથા વાગડવાલા ભાઈઓ સારી રીતે જાણે છે. ધરતીકંપમાં નિષ્કપતા આપે શ્રી નવકાર વિ. સ. ૨૦૧૨ની સાલે અષાઢ સુ. ૧૪ના દિવસે કચ્છ–ભચાઊ નગરે રૂં. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં શ્રાવકો ચોમાસી પ્રતિક્રમણ કરી રહ્યા હતા. પ્રતિક્રમણ પૂરું થાય પછી શ્રાવકો સામાયિક પા૨ી રહ્યા હતા. ત્યારે અચાનક જ ધન...ધન... ધરતી ધ્રુજવા લાગી. આખો ઉપાશ્રય હાલવા લાગ્યો...જાણે ટ્રેન જોઈ લો. અરે...આ તો ધરતીકંપ...ભાગો ભાગો ના અવાજો સાથે સામાયિક પાર્યા વિના જ કેટલાક તો ભાગવા લાગ્યા. અને તેઓ ભાગે તે સહજ હતું. કારણ ઉપાશ્રય નવો જ બનેલો હતો. છત પર સેંકડો મણ પત્થર પડેલા હતા. આવા વિષમ સમયે અત્યંત સ્વસ્થતાપૂર્વક પૂ. સૂરિજીએ કહ્યું ઃ સૌ શાન્તિથી અહીં જ બેસી જાવ. મનમાં નવકાર ગણો. કશું જ નહિ થાય.’ બધા બેસી ગયા. નવકાર ગણવા લાગ્યા. ધરતીનું કંપન બંધ થયું. આહ! કેટલા બધા આશ્ચર્યની વાત હતી કે ઉપાશ્રય પડવાનું તો દૂર રહ્યું...પણ છત પરનો એક પત્થર પણ નીચે પડ્યો નહોતો. એટલું જ નહિ પરંતુ કિલ્લાની અંદર રહેલ ગામનું એક પણ મકાન પડ્યું નહોતું. ‘ગણનાર નવકારના, દુઃખી કદી નવ હોય; સત્ય વચન એ માનજો, અનુભવ કરીને જોય.’–૬૭ ૧૨૬
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy