SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલા જોવાયા. ક્ષણ વાર તો હું સ્તબ્ધ થઈ ગયો. અને વિચારવા લાગ્યો કે, ‘આ હું શું જોઈ રહ્યો છું! ખરેખર, આ સ્વપ્ન છે કે સત્ય!' મેં મારી જાતને ચૂંટી ખણી અને આ વાત સ્વપ્ન નહિ પણ સત્ય હોવાની ખાતરી કરી લીધી અને નાના ભાઈને ભેટવા માટે પગ ઉપાડ્યા...ત્યાં તો નાનો ભાઈ જ મારા પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતાં કહેવા લાગ્યો, ‘મોટા ભાઈ, મારો અપરાધ માફ કરો! આપના અગણિત ઉપકારોને ભૂલી જઈને, સ્વાર્થાંધ બનીને પિતાતુલ્ય એવા આપની ઉપર મેં કોર્ટમાં કેસ માંડ્યા! અ૨૨૨! ધિક્કાર હો મને!... ઇત્યાદિ બોલતાં બોલતાં તેના ગળે ડૂમો ભરાઈ ગયો. ભાભીની આંખમાંથી પણ પશ્ચાત્તાપનાં આંસુઓનો શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. તેઓ પણ કહી રહ્યા હતા કે ખરેખર વાંક તો મારો જ છે. મારી ઉશ્કેરણીથી જ આપના નાના ભાઈએ આપની સામે કેસ માંડેલ છે. ખરેખર, પાપિણી એવી મેં સગા બે ભાઈઓ વચ્ચે ફૂટ પડાવી છે. ધિક્કાર હો મને!... મેં બંનેને બોલતાં અટકાવીને કહ્યું, 'તમારો વાંક નથી. વાંક મારો જ છે. ‘છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય’ એ કહેવતને ભૂલી જઈને વડીલ એવા મેં ય તમારી સામે કેસ માંડ્યો છે. વડીલ તરીકેની મારી ફરજ અદા કરવામાં હું ય ભૂલ્યો છું. બહારથી અનેક પ્રકારની ધર્મ આરાધનાઓ કરવા છતાં અંદરથી હું પણ કષાયોની ગુલામીને છોડી શક્યો નથી. પણ આજે કોઈ ધન્ય પળે પંચ પરમેષ્ઠી ભગવંતોની અચિંત્ય કૃપાથી અમને બંનેને અમારી ભૂલનું ભાન થયું છે અને અમે તમને ખમાવવા માટે આવવાની તૈયારી કરતા હતા, ત્યાં જ અણધાર્યા તમે બંને અહીં આવી પહોંચ્યા. ખેર, જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ' એ ઊક્તિ મુજબ ગઈ ગુજરી ભૂલી જઈને હળીમળીને રહેવાની શરૂઆત કરીએ' કહ્યું છે ને કે, સુવા પૂના अगर शामको घर वापिस लौटता है तो वह भूला नहीं 5 હા નાતા!' હવે આજનું ભોજન આપણે સાથે મળીને અહીં જ કરીએ... અને બંને દેરાણી-જેઠાણી સગી બેનની માફક હળીમળીને કંસાર બનાવવા લાગી. અમે બધાએ પ્રેમપૂર્વક એકબીજાને ખવડાવીને ખાધું. ત્યાર બાદ નાના ભાઈએ કહ્યું, ‘મોટા ભાઈ! આપે મારા પર અનેક ઉપકારો કર્યા છે, તેમ હજી પણ એક ઉપકાર કરવાનો છે.’ મેં કહ્યું, ‘મેં કશો ઉપકાર નથી કર્યો, માત્ર મારી ફરજ અદા કરવા પ્રયત્ન કર્યો છે અને હવે પછી પણ મારા જેવું કાંઈ પણ કાર્ય હોય તો વિના સંકોચે મને જરૂર જણાવજે.’ નાના ભાઈએ કહ્યું, ‘આપ જાણો છો કે મારો પુત્ર હવે ઉંમરલાયક થયો છે. ઘણી કોશિષ કરવા છતાં પણ તેના માટે કોઈ કન્યા આપવા રાજી નથી માટે હવે આ કાર્ય આપે જ કરી આપવાનું છે.’ મેં કહ્યું, ‘ભલે, હું પ્રયત્ન કરીશ' અને જણાવતાં આનંદ થાય છે કે અમારા બંને વચ્ચે પુનઃ સંપ થયાની વાત જોતજોતામાં ચોમેર પ્રસરતાં દશેક દિવસમાં જ સામેથી યોગ્ય કન્યાનું માંગું આવ્યું અને મેં તેનો સ્વીકાર કર્યો. બંનેના વેવિશાળ થવાની તૈયારી છે !... ખરેખર તમે મને ન મળ્યા હોત તો અચિંત્ય ચિંતામણી નવકાર મહામંત્ર પરની શ્રદ્ધાને હું ખોઈ બેસત અને કોણ જાણે વેરની અગન જ્વાળામાં હોમાઈને મારો આત્મા કઈ દુર્ગતિનો અધિકારી બની જાત !... ખરેખર તમે મારા ૫૨મ ઉપકારી ગુરુ છો!... મારે માટે તો સાક્ષાત્ ભગવાન છો!... મેં જવાબમાં લખ્યું કે, “આ બધો પ્રભાવ તમે ૩૬ વર્ષોથી દ્રવ્યથી પણ જે નવકાર જાપ કર્યો તેનો છે. તેના પ્રભાવે જ તમને સંમેલનના સમયે જ શંખેશ્વરજીમાં આવવાની ભાવના થઈ. હું તો નિમિત્તમાત્ર છું. બાકી ખરો પ્રભાવ તો પંચપરમેષ્ઠી ભગવંતોની અચિંત્ય કૃપાનો જ છે. માટે હવે યાવજ્જીવ શિવમસ્તુ સર્વજ્ઞાતઃની પ્રાર્થનાપૂર્વક ઉત્તરોત્તર ચડતા પરિણામે નવકારની સાધના ચાલુ ‘સ્વસ્વરૂપે રહેવા તણી, જેને લાગી હોય લગન; તેવા મુમુક્ષુ માણસે નિત્ય કરવું નવકાર ભજન.’–૩૩ 卐 ૯૨
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy