________________
મેં કહ્યું, ‘આમ તો એ વિધિ સરળ છે છતાં પણ મને શંકા છે કે વિધિ સાંભળ્યા પછી કદાચ તમે એ વિધિ કરવા તૈયાર નહિ થાઓ...’
પેલા ભાઈએ કહ્યું કે, ‘હું ખાતરી આપું છું કે તમે એ વિધિ બતાવશો તે પ્રમાણે છ મહિના સુધી હું જરૂર કરીશ જ!..'
:
અને છેવટે મેં વિધિ બતાવતાં કહ્યું ‘જુઓ વિધિ બે પ્રકારની હોય છે, એક બાહ્ય વિધિ, બીજી આપ્યંતર વિધિ. ચોક્કસ દિશા, સ્થાન, આસન, માળા, મુદ્રા, ધૂપ, દીપ વગેરે બાહ્ય વિધિમાં આવે, જ્યારે સર્વ જીવરાશિ પ્રત્યે મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ્ય આદિ ભાવનાઓથી ભાવિત અંતઃકરણ વગેરે આત્યંતર વિધિમાં ગણાય. તમે અત્યાર સુધીમાં બાહ્ય વિધિઓ તો અનેક પ્રકારની અજમાવી પણ તેની સાથે જે આત્યંતર વિધિનો સુમેળ સધાવો જોઈએ. તેમાં કચાશ રહી ગઈ હોવાથી તમારી સાધના નિષ્ફળતામાં પરિણમી છે. નવકાર મહામંત્રમાં જે પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીએ છીએ તેમને જગતનાં જીવમાત્ર સાથે મૈત્રીભાવ હોય છે. એટલે જ્યાં સુધી આપણું ચિત્ત પણ સમસ્ત જીવરાશિ સાથે મૈત્રીભાવથી અધિવાસિત ન બને. એકાદ પણ જીવ સાથે દુશ્મનાવટનો ભાવ કે વેરનો બદલો લેવાની વૃત્તિ કામ કરતી હોય ત્યાં સુધી પંચ પરમેષ્ઠી ભગવંતોની કૃપાને ઝીલવાન પાત્રતા આપણામાં આવી શકતી નથી. પાત્રતા વિના સાધનામાં સફળતા શી રીતે મળે? માટે મારી તમને સર્વ પ્રથમ ભલામણ છે કે તમે તમારા નાનાભાઈ સાથે હાર્દિક ક્ષમાપના કરી લ્યો.'
શી રીતે શક્ય બની શકે? વળી કદાચ તમારા કહેવાથી હું ખમાવવા જાઉં તો પણ એ તો ખમાવવાનો નથી જ, બલકે ન સાંભળી શકાય તેવા શબ્દો જ સંભળાવવાનો છે. માટે મહેરબાની કરીને આ બાબતનો આગ્રહ તમે ન રાખો તો સારું ...’
મેં કહ્યું, ‘જુઓ, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું બતાવીશ તે વિધિ સરળ હોવા છતાં તમે કદાચ નહિ કરી શકો. છતાં તમે ખાતરી આપી ત્યારે જ મેં આ મહત્ત્વની વાત તમને જણાવી છે. હવે જો તમને આમ કરવામાં નાનાભાઈ તરફથી ક્ષમા મળવાની શક્યતા ન જ જણાતી હોય તો એક બીજી વિધિ તમને બતાવું છું તે તમને અચૂક કરવી જોઈએ. એમાં તમારે નાનાભાઈ પાસે જઈને ખમાવવાની વાત નહિ આવે. પરંતુ એ વિધિ પ્રમાણે કરવાનું વચન આપો તો જ હું તમને વિધિ બતાવું. પેલા ભાઈ સંમત થયા ત્યારે મેં કહ્યું, ‘ભલે તમે નાનાભાઈ પાસે જઈને ક્ષમા ન માંગી શકો તો પણ હૃદયમાં તેના પ્રત્યે બદલો લેવાની તીવ્ર વાસના છે. તેનું શક્ય તેટલું વિસર્જન કરીને, દ૨૨ોજ સવારે જાપ કરતી વખતે પ્રભુજીના ફોટાની બંને બાજુએ તમારા ભાઈ અને ભાભીના ફોટાને રાખીને એવી પ્રાર્થના કરો કે—‘હું જે જાપ કરું છું તેનું જે ફળ હોય તે મારા ભાઈ-ભાભીને મળો!..' બસ, આ પ્રાર્થના કરીને તમારે શક્ય તેટલી એકાગ્રતાપૂર્વક ૧ બાંધી માળાનો જાપ નિયમિત ૨ીતે ૬ મહિના સુધી કરવો. અને દર ૧૫ દિવસે મને અચૂક પત્ર લખીને તમને જે કાંઈ પણ અનુભવ થાય તે મને જણાવવા.’’
પેલા ભાઈ વચનબદ્ધ હોવાથી, થોડી આનાકાની પછી છેવટે આમ કરવા તૈયાર થયા. એકબીજાનું સરનામું લઈ અમે બંને છૂટા પડ્યા!!
આટલું સાંભળતાં જ પેલા ભાઈ પુનઃ કાંઈક આવેશમાં આવીને કહેવા લાગ્યા, ‘નહિ, નહિ, એ કદાપિ નહિ બની શકે. વાંક એનો અને હું શા માટે ખમાવું? હું ખમાવવા જાઉં તો તો એનું જોર ખૂબ વધી જાય. અમે તો અચાનક રસ્તામાં સામસામે ભેગા થઈ જઈએ તો પણ અમારી આંખો કતરાય અને જુદી શેરીમાં ફંટાઈ જઈએ. ત્યાં ખમાવવાનું
આર્તધ્યાન આવે નહીં, ટળે રૌદ્રનો સંગ; મહામંત્ર જપતાં થકાં, શુકલ ધ્યાન સુરંગ.’-૩૧
5
૯૦
. ૧૫ દિવસ પછી પેલા ભાઈનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે તમોએ બતાવેલી વિધિ પ્રમાણે જ રોજ નિયમિત જાપ કરું છું પણ હજી ખાસ કાંઈ જ અનુભવ થયો નથી.’'