________________
ભૌતિકરૂપ ધારણ કરે છે અને કાર્ય સિદ્ધ થાય છે. માટે વિચારોની જાગૃકતા કેળવવી. ધ્યાનનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ મનોવૃત્તિઓ સ્થિર અને શાંત થવા લાગે છે અને તેનો પ્રભાવ આપણાં શરીર, પ્રાણ મન તથા આત્મા પર પડે છે. ધ્યાનાભ્યાસ કરતાં અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે. પણ તેમાં ન અટવાતાં આત્મસિદ્ધિને જ ધ્યેય માની આગળ વધવું. શારીરિક, માનસિક કે અન્ય કોઈ વિનો ઉત્પન્ન થાય છતાં
ધ્યાનાભ્યાસ છોડવો નહિ. પ્રશ્નોત્તરી : (લોકોનાં મનમાં ઉઠતાં તેમજ અમને પૂછાતાં com
| mon પ્રશ્નો-ઉત્તર અહીં પ્રસ્તુત છે) પ્ર. પરમાત્માનો અર્થ શો ? જ. પરમ એટલે શ્રેષ્ઠ એવો જે આત્મા તે પરમાત્મા. જે શુદ્ધ
સ્વરૂપે છે એટલે કે કર્મોનાં બંધન વગરનું શુદ્ધ સ્વરૂપ. જૈન ધર્મે મંત્ર-ઉપાસના | જપનો સ્વીકાર કર્યો છે? જૈનધર્મ
મંત્રમાં માને ? જ. જૈન ધર્મનો મૌલિક સિદ્ધાંત તો એક જ છે કે જે આત્માને
હિતકર હોય તેનો આદર કરવો, અહિતકર હોય તેનો ત્યાગ કરવો. મંત્ર ઉપાસના આત્માને હિતકર હોવાથી જૈન ધર્મે
તેનો આદર કર્યો છે. પ્ર. મંત્ર- આત્માને હિતકર શી રીતે થાય? જ. મંત્ર ઉપાસનાથી / જપથી સંવર અને નિર્જરાની ક્રિયાઓ સિદ્ધ
થાય છે તેથી તે આત્માને હિતકર છે. તમે એક સ્થાને બેસી મંત્રોપાસના કરો એટલે પાપપ્રવૃત્તિઓનો ત્યાગ થાય છે આ થઈ સંવરની ક્રિયા અને જપ તથા તેની અર્થભાવના કરો
પ્ર.
જ્ઞાનધારા
(૦૨)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪