________________
રટણ કે જપથી થઈ શકે નહિ તેની સાથે અર્થનો વિચાર પણ જરૂર કરવો જોઈએ. “નાગપાત્ સિધ્ધયતે મંત્રઃ।।” અર્થાત્ જપ વિના મંત્ર સિધ્ધ થતો નથી.
જપનાં પ્રકારો : જપનાં ત્રણ પ્રકાર છે (૧) ભાષ્ય મોટેથી બોલીને (૨) ઉપાંશુ - કોઈ ન સાંભળે તેમ પણ હોઠ ફફડાવીને (૩) માનસ માત્ર મનોવૃત્તિથી. આ ત્રણ પ્રકારના જપોમાં પહેલાં કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો શ્રેષ્ઠ ગણાય છે. છતાં પ્રારંભમાં તો સાધકે ભાષ્યનો જ આશ્રય લેવાનો છે. કારણ મોટેથી બોલીને કરવાથી અસ્થિર મન, સ્થિર થવા લાગે છે.
જપ કોને કહેવાય ? (૧) જે શબ્દ ઇશ્વર કે ભગવાનના કોઈપણ નામનું સૂચન કરતો હોય અથવા (૨) જે શબ્દ મંત્રપદ તરીકે માન્ય થયેલો હોય અથવા (૩) ગુરૂએ શિષ્યને અનુગ્રહ બુદ્ધિથી જે શબ્દ કે શબ્દોનું રટણ/ચિંતન કરવાનું કહ્યું હોય તેનાં રટણને જપ સમજવો.
દા.ત. ૐ, હીં, અર્હમ્, સોહમ્, નવકારમંત્ર વ. તથા ઉગ્વસગ્ગહરં, ભક્તામર, લોગસ્સ વિ. દ્વારા પણ ધ્યાનની ભૂમિકા સુધી પહોંચાય છે.
જપનું મહત્ત્વ : જપથી “શ્રેયસ” (આત્માની ઉન્નતિ) અને “પ્રેયસ” (સાંસારિક ઉન્નતિ) બંનેની પ્રાપ્તિ થાય છે. એટલે તે ત્યાગી તથા ગૃહસ્થ બંને વર્ગને કામનો છે. નિત્ય-નિયમિત જપથી મન-વચન-કાયાની શક્તિમાં વધારો થાય છે. શ્રદ્ધાપૂર્વક - ભાવપૂર્વક જપ કરવાથી શારીરિક રોગો દૂર થાય છે. માનસિક રોગોનું નિવારણ થાય છે. વચનની શક્તિ ખીલે છે. યક્ષો, રાક્ષસો, પિશાચો, દુષ્ટ ગ્રહો તથા ભયંકર સર્પો અત્યંત ભય પામીને મંત્રજપ કરનારની પાસે જતા નથી એટલે તેમનાં ભયમાંથી બચી શકાય છે.
-
-
જપસાધના માટેની પૂર્વ તૈયારી :
૧. શ્રદ્ધા : શ્રદ્ધા એ ‘એકડો' છે. જેમ એકડા વગરનાં મીંડાની કોઈ કિંમત નથી તેમ શ્રદ્ધા વગરનું જ્ઞાન, ચારિત્ર કે તપ પણ મીંડા
જ્ઞાનધારા
૬૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪