________________
- L
G
; ; ;
– વીના ગાંધી (બીના ગાંધી : બી.એ. કોમ્યુટર વિજ્ઞાન, યોગિક કલ્ચર અને યોગિક શિક્ષણમાં ડીપ્લોમાં કોર્સ કર્યો છે તથા નેચરોપથીનો પણ ડીપ્લોમાં અભ્યાસ, ૧૪ વર્ષથી યોગ શીખવે છે, નિર્મલા નિકેતન કોલેજમાં “કાઉન્સેલર' છે. વિવિધ સામાયિકોમાં લેખ પ્રસિદ્ધ થયા છે. પ્રમોદાબેન “ચિત્રભાનુ પાસે જેનદર્શનનો અભ્યાસ કરે છે.)
માનવી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે. કેટલાક જીવનમાં ભાંગી પડે છે, કેટલાક નિરાશામય જીવન વ્યતીત કરે છે અને કેટલાક જીવનમાં ખોટો માર્ગ જાણવા છતાં એમાંથી બહાર આવી શકતા નથી. આવા વખતે માણસ પાસે બે જ રસ્તા છે. (૧) સ્ટ્રગલ - ખૂબ મથામણ (૨) લાચારી - કર્મ / નસીબને દોષ આપે છે અને આશા રાખે છે. ક્યારેક તો જીવનમાં સુખ - શાંતિ આવશે. સવાલ એ છે કે શું આ બે સિવાય ત્રીજો કોઈ માર્ગ છે, જેથી જીવનમાં સંજોગો - પરિસ્થિતિનો સામનો થઈ શકે ? હા, ચોક્કસ. આ ત્રીજો રસ્તો છે જપ, ધ્યાન દ્વારા અનુભૂતિ કરવાનો.
પ્રાચીન કાળમાં વિજ્ઞાન શબ્દ ભૌતિક અને આધ્યાત્મિક એ બંને વિજ્ઞાનનો સૂચક હતો. આ જપ ધ્યાન એ આધ્યાત્મિક વિજ્ઞાનનો વિષય છે અને દરેક વ્યક્તિ આનો અનુભવ/સાક્ષાત્કાર કરી શકે છે. આધ્યાત્મિક ચેતના જગાડવા માટે જપ અને ધ્યાન અત્યંત જરૂરી છે. આપણાં જ્ઞાનધારા
(૬૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪