________________
तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किक्कर
ओमिति प्रतिपद्यस्व, नाथ नातः परं बुवे ॥
(હે નાથ ! હું આપનો ખેલ્ય છું, દાસ છું, સેવક છું, અને કિંકર છું, માટે “આ મારો છે એ પ્રમાણે આપ સ્વીકાર કરો, આથી અધિક હું કાંઈ કહેતો નથી.)
આમ “વીતરાગ સ્તોત્ર” હેમચંદ્રાચાર્યની મહાન તત્ત્વવેતા અને શરણાગત ભક્ત એ બંનેના સુભગ સમન્વયની અદ્ભુત કૃતિ છે. એમાં કવિ તરીકે, દાર્શનિક તરીકે અને વિનમ્ર ભક્ત તરીકે એમની અલૌકિક છબિના દર્શન થાય છે.
આવા મહાન સ્તોત્રનું રોજ નિયમિત પઠન કરવાનો કુમારપાળ મહારાજાએ નિયમ લીધો એ જ એની મહત્તા દર્શાવે છે.
આમ, વ્યાકરણ, કોશ, મહાકાવ્ય, કાવ્યાલંકાર વગેરે પ્રકારના ઉત્તમ સાહિત્યનું નિર્માણ કરનાર મહાન જૈનાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે કરેલી શ્રેષ્ઠ કોટિની સ્તોત્રના પ્રકારની કૃતિઓની રચનાઓ એમની ભારતીય સ્તોત્ર સાહિત્યમાં અનોખું સ્થાન અપાવે છે.
IMવારા
૫૧)
જનસાહિત્ય જ્ઞાનરાગ-૪