________________
मैत्रीपवित्रपाय, मुदितामोद शालिने
कृपा पेक्षा प्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः 11 મૈત્રીભાવના પવિત્રપાત્રરૂપ, પ્રમોદ ભાવના વડે સુશોભિત તથા કરૂણા અને માધ્યસ્થ ભાવના વડે પૂજનીય યોગાત્મા-યોગસ્વરૂપ એવા આપને નમસ્કાર પાઓ.
ચોથા પ્રકાશમાં દેવકૃત અતિશયોનું વર્ણન છે. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માનું વર્ણન કરતાં કવિ કેવી સુંદર કલ્પના કરે છે તે જુઓ :
दानशीलतपोभाव भेदाद्वर्म चतुर्विधम् ।
मन्ये युगपदारुयातुं, चर्तुववत्रोऽभवद् भवान 11
દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદથી ચાર પ્રકારના ધર્મને એક સાથે કહેવા માટે જ હોય નહિ તેમ આપ સમવસરણમાં ચાર મુખવાળા થયા છો, એમ હું માનું છું.
વીતરાગ સ્તોત્ર”માં એનો સાતમો પ્રકાશ ઘણો મહત્વનો છે. કારણકે એમાં જગતના કર્તૃત્વનો પ્રશ્ન કવિએ લીધો છે. ભગવાને આ જગતની રચના કરી છે એવું જો માનવામાં આવે તો કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે જેના સંતોષકારક જવાબ મળતા નથી. માટે જૈન ધર્મ માને છે કે આ જગત અનાદિ અનંત છે એના કોઈ સર્જનહાર કે વિસર્જનહાર નથી શરીરહિત પરમાત્માને એ ઘટતું પણ નથી. કવિ લખે છે
अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरवि नोचिता ।
11
न च प्रयोजनं किंचित, स्वातन्त्र्यान्नपराज्ञया (શરીરહિતને જગતનું સર્જન કરવાની પ્રવૃત્તિ પણ ઘટતી નથી. કૃતકૃત્ય હોવાથી સર્જન કરવાનું કોઈ પ્રયોજન નથી. અને સ્વતંત્ર હોવાથી પારકાની આજ્ઞાએ પણ પ્રવર્તવાનું નથી.)
૪૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા