________________
હંસા ગગનગઢ જઈ હાલવું જી. દિશા પશ્ચિમ ખોલી દ્વારા હંસા અજપાજાપે જિહ પહોંચવું જી નિરાકાર ને જે સાકાર.. .” હંસા.(૩)
ભજનની ચોથી અંતિમ કડીમાં હંસને મોતીનો ચારો ચરતાં દર્શાવી કવિ સાધકની આત્માની ઉત્કૃષ્ટ અવસ્થા બતાવે છે. કવિ આત્માની ઉચ્ચ દશાને મોતી ચરતા હંસનું રૂપક આપે છે. આત્મા એકવાર શુદ્ધ સ્વરૂપમાં આવે છે જ્યારે એ નિર્વિકલ્પ દશા પામે છે ત્યારબાદ એ આત્મિકગુણોનું જ ચિંતન કરે છે. આત્મસ્વરૂપ નિરખવા માટે હંસદષ્ટિ જ જોઈએ.
“ચરે ચારો મોતીડાંનો હંસલોજી દેખે તેહીજ હંસ વિચાર હંસા બુદ્ધિસાગર પદ ધ્યાવતાં હારો નાવે ફરી અવતાર.”. હંસા (૪)
આત્મામાં અનંત શક્તિઓ સૂક્ષ્મપણે સંગ્રહિત થયેલી હોય છે જેમ બીજમાંથી વૃક્ષ પેદા થાય છે તે રીતે જીવ કર્મનો ક્ષય કરી આત્મા પર વિજય મેળવી પરમાત્મપદ પામે છે. જેથી ફરી અવતાર ન આવે. ગુરૂદેવની પોતાની દૃષ્ટિ હંસ હતી. તેઓ સર્વ પાસે સારું જ ગ્રહણ કરતા. તેમણે જ્ઞાન, વૈરાગ્ય, તપ, ત્યાગ, તિતિક્ષા અને અધ્યાત્મરંગથી જીવનને એવું ભીંજવ્યું હતું કે તેમના હૃદયમાંથી ગૂંજતા નાદ વડે ભજનના શબ્દો આલેખાયેલા મળે છે.
તેમના ભજનકાવ્યોનો આલાપ ઉત્તર ગુજરાતના ગામડાંઓમાં ગૂંજતો હતો. ભજનની અંતિમ કડીમાં આત્માની વીતરાગ દશાથી ઉભવતી સર્વશપણાની સ્થિતિનું વર્ણન કરે છે. જે રીતે હંસને મોતીનો ચારો લાધે છે અને તે ચરે છે તે જ રીતે આત્માને સર્વશપણું પ્રાપ્ત થાય છે. અહીં અજરામર પદે પહોંચ્યા પછી દેહ ફરી અવતરતો નથી જે ૧૩ અને ૧૪મું ગુણસ્થાનક સયોગીકેવલી અને અયોગી કેવલી કહેવાય છે.
જ્ઞાનધારા
૨૦)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪