________________
સાંભળી ભજન ગાનાર અને સાંભળનાર બંને પોતાના મનને મિથ્યા ભૌતિક ભોગ-ઉપભોગમાંથી ખેંચી લઈ સ્વઆત્મામાં લીન કરે છે.
બિહઆત્મામાં સતત રમણ કરતાં સંસારી જીવો સુખ સગવડો અને ઋણાનુબંધી સંબંધોને જ સાચું સુખ માને છે જ્યાં સુધી એનો વિયોગ ન થાય. તેને (જીવને) આત્મપ્રદેશ શું છે કે ત્યાં શા અનુભવો થાય છે એનો આછેરો ખ્યાલ પણ હોતો નથી. મૂઢ મતિને કારણે (જીવાત્મા)તે ક્ષણભંગુર દેહની આળપંપાળ કરે છે. શ્રીમદ્ આનંદધનજીના પદ અનુસાર જીવ દેહની ખૂબ સારસંભાર લે છે. તેને રોજ મધુર ભોજન, પાન, કંદોરા, સુંદર આભૂષણો વગેરેથી ખૂબ લાડ લડાવે છે.
"पट आभूषण सूंघा चूआ अनशन पान नित्य न्यारे फेर दिन खटरस तोंये सुंदर ते सब मिलकर डारे अब चलो संग हमारे काया तुम चलो संग हमारे..."
આ પ્રમાણે જીવાત્માનો ઘણો આગ્રહ છતાં દેહ તેની સાથે જવા માટે શક્તિમાન નથી. જીવ એને છોડીને જતાં જ એ (દેહ) નિશ્ચેતન થઈ ઢળી પડે છે. જીવ ચતુર્ગતિમાં ભ્રમણ કરવા એકલો જ નીકળી પડે છે.
આચાર્ય કવિ, બુદ્ધિસાગરજી ભજનની બીજી કડીમાં આત્મપ્રદેશનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે આત્મશક્તિ જાગૃત થતાં બંધ આંખોએ પણ નજર સામે સર્વ દૃશ્ય ખડું થાય છે. અહીં ચેતનને નિંદ્રા આવતી નથી.
“હંસા વિના રે આંખ જિહાં દેખવું જી નહિ જિહાં નિંદ્રા આવે લગાર રે હંસા પામ્યા પછી નહીં જ્યાં પામવું જી એ તો નિશ્ચયપદ નિરધાર જીવ પહેલા મિથ્યાર્દષ્ટિ આવૃત હતો જેને કારણે એને
જ્ઞાનધારા
૨........... હંસા. (૨) અવસ્થામાં દર્શન મોહનીય કર્મથી સ્વઆત્માની ઓળખ કરવાની રુચિ ૨૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪