________________
અને રોપડ, રાયકોટ, દિલ્હી, દહાણું, મુંબઈ, મૈસુર, સરધાર વગેરે મુખ્ય છે.
મહત્તરાજીની પ્રેરણાથી અને નિશ્રામાં ગુરુભક્તિના કાર્યો સંપન્ન થયા હતા. તેના નામો અંબાલામાં ‘વલ્લભવિહાર સમાધિ' ગુરુધામ બહરામાં કીર્તિસ્તંભનું નિર્માણ ગુરુધામ બહરા સ્થાયી કોષની સ્થાપના વગેરે છે.
મહત્તરાજીના ઉપદેશ અને સાન્નિધ્યમાં શિક્ષણસંસ્થાઓનું નિર્માણ નીચે પ્રમાણે થયાં છે.
લુધિયાણામાં ‘શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ' અંબાલામાં શ્રી આત્મવલ્લભની જૈન એજ્યુકેશનલ ફાઉન્ડેશનની સ્થાપના, ‘શ્રી આત્મવલ્લભ શીલવતી વિદ્યાર્થી સહાયતા કોશ' અંબાલામાં (૧) એસ.એ. જૈન હાઈસ્કૂલ (૨) મિડલ સ્કૂલ (૩) કન્યા વિદ્યાલય (૪) શિશુ વિદ્યાલય. બેંગ્લોરમાં રત્ના કૉલેજ, સિદ્દવન કૉલેજ, હાઈસ્કૂલ, મૂડબિદ્રીમાં પબ્લીક સ્કૂલ, મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ વગેરેમાં આર્થિક યોગદાન.
લાઈબ્રેરીઓ તથા વિવિધ ટ્રસ્ટોની સ્થાપના અંધ વિદ્યાલયોને સહાય, લુધિયાણામાં ભવ્ય હૉસ્પિટલ, જૈનનગર (મુંબઈમાં) દિલ્હીમાં હાઉસિંગ સોસાયટીની સ્થાપના દવાખાનાઓ માટે આર્થિક યોગદાન જેવા સામાજિક તથા શૈક્ષણિક કાર્યો તેમની પ્રેરણાથી થયા હતાં. મહત્તરા મૃગાવતીજીના ઉપદેશથી સોહન વિજય પ્રિન્ટીંગ પ્રેસની સ્થાપના તથા ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ સ્થળોમાં તીર્થધામોમાં તેના વિકાસમાં મહત્ત્વનું યોગદાન થયું હતું. મૃગાવતીજીએ જીવદયાના કાર્યોમાં માંડલ, રાધનપુર, બીકાનેર વગેરેમાં પાંજરાપોળ તથા ગૌશાળાઓ માટે આર્થિક સહાયતા કરવામાં આવી.
મહત્તરા મૃગાવતીના ઉપદેશથી પંજાબમાં સામાજિક કુરૂઢિઓ કુપ્રથાઓ, દહેજ, ફેશન પરસ્તીવિરૂદ્ધ આંદોલનો થયા. તેમની નિશ્રામાં વિવિધ મંડળો, શિક્ષણ શિબિરો અને નેત્રયજ્ઞોના આયોજનો ૨૦૫ જૈનસાહિત્ય જ્ઞાનજ
માનધારા