________________
તેમનામાં માનવતાના ઉત્કૃષ્ટ ગુણો હતા. માનવધર્મને જ સર્વશ્રેષ્ઠ માનતા. તેઓ કહેતા કે જે માનવીની દયા પાળી શકે તેજ અન્ય પ્રાણીપક્ષીઓની દયા પાળી શકે. પહેલાં કૌટુંબિક ભાવના પછી સમાજ ભાવના, પછી ગામ ભાવના, વ્યાબાદ પ્રાંતભાવના ત્યારબાદ દેશભાવના અને વિશ્વમૈત્રી ભાવના. દેશસેવા કરતાં માતાપિતા કે કુટુંબ છૂટી જાય કે સાચી મૈત્રી ભાવના નથી. જે સંજ્ઞી પંચેન્દ્રીયની દયા પાડી શકે તેજ અસંજ્ઞીની દયા પાડી શકે. એકેન્દ્રીય કે નિગોધના જીવની દયા પાડનાર જો ઘરના સભ્યોની જ દયા ન પાળી શકતો હોય તો તે ધમીષ્ઠ તો નથી પણ માનવ પણ નથી.
તેઓએ સ્ત્રીઓના ઉદ્ધાર માટે ઘણાં કાર્યો કર્યા છે. સ્ત્રીઓ પણ સ્વાલંબી બની શકે તે માટે તેઓને ગૃહઉદ્યોગો, પાપડ-વડી કરવાનું, ખાપરા કરવાનું, સીવણ-ગુથણ કરી શકે તે માટે સિલાઈ સંચાઓ અપાવ્યા, અને આજે પણ ઘણી જગ્યાએ ઘાટકોપરઅમદાવાદ-ચિંચણ આદિ ગામોમાં તેઓ માટે ગૃહઉદ્યોગો ખોલાવ્યા. અને ઘરેઘરમાં સ્ત્રીઓને લોટ-તેલ-મસાલા આદિ આપી મજૂરીના ધોરણે ખાખરા, થેપલા, પાપડ વણવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે.
તેઓ જ્યાં જ્યાં વિહાર કરતા તે ગામેગામમાં દરેક બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે છે તે જોતા. વૃદ્ધો માટે રાત્રિ શાળાઓ પણ ઘણી જગ્યાએ શરૂ કરાવી હતી. સ્ત્રીઓ માટે પણ શિક્ષણ વ્યવસ્થા કરાવી હતી.
આમ તેમનું સમગ્ર જીવન માનવકલ્યાણઅર્થે જ વપરાયું હતું. જ્યારે સમગ્ર પૂર્વ અને ઉત્તરભારતમાંથી વિહાર કરી બાર મહિના તેઓએ એકાંતવાસ તેમના આચારાંગ અને ગીતાની સમાનતા પરના વિચારો તેઓ કેટલા ઉચ્ચ તત્ત્વચિંતક હતા તે પુરવાર કરે છે. સાધનામાં મૌનને તેમણે પ્રાધાન્ય આવ્યું. આજે ચિંચણના દરિયાકિનારે તેમની તથા તેમના ગુરૂ શ્રી નાનચંદજી મહારાજ સાહેબની સમાધિની બાજુમાં મૌન સાધના કરવા માટે રૂમો બનાવી છે જેનો લાભ ઘણા સાધકો લે છે. તેમના વિષે જેટલું પણ બોલાય, લખાય કે ચિંતવાય તે ઓછું જ છે.
જ્ઞાનધારા
૧૮૪)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪