________________
ભાવનાનું જ સ્વરૂપ નથી શું ?
૨. પ્રમોદભાવના એટલે જગતમાં કોઈનો પણ સદ્ગુણ, કોઈનું પણ સુકૃત આપણા હૃદયમાં જે હર્ષોલ્લાસ જગવે તે. પણ વ્યવહારમાં આમ ક્યાં બને છે ? અન્યની સિદ્ધિ આપણા હૃદયમાં તો દ્વેષ, ઈર્ષાનો છૂપો ભાવ જગવે છે. કહેવાતા ધર્માનુયાયીઓ પણ આમાંથી ક્યાં બાકાત છે ! જ્યારે સંતબાલજીએ દૈનિક પ્રાર્થનાસભામાં ગાવા માટે સપ્તાહના સાતેય વારની પ્રાર્થના રચી એમાં વિવિધ ધર્મોના સત્તત્ત્વોનો ગુણાનુરાગ હતો. પણ પરંપરાવાદીઓને તો આ પણ વિરોધનું એક કારણ બન્યું. જૈન મુનિની સભામાં વળી હઝરત મહંમદ અને ઈશુ ખ્રિસ્ત ? પણ ખરેખર તો, આ કે તે ધર્મને સમભાવપૂર્વક યાદ કરીને સંતબાલજીને સદ્ગુણોની સત્તત્ત્વોની જ અનુમોદના કરવી છે. આમ કરીને એમણે પ્રમોદ ભાવનાને યથાર્થ સ્વરૂપે પચાવી છે.
૩. નિગોદના જીવોથી માંડી સઘળા ત્રસ અને સ્થાવર જીવોની, તિર્યંચ અને મનુષ્યલોકના જીવોની જૈનધર્મે અત્યંત સૂક્ષ્મ વિચારણા કરી છે. નાના જીવની પણ હિંસા ન થાય અને જયણા પળાય એની કેટલી કાળજી આ ધર્મે રાખી છે ! આ છે કરુણાભાવ. આ કરુણાભાવમાંથી જો નિગોદનો જીવ પણ બાકાત ન હોય તો આપણી આસપાસનો માનવી બાકાત રહી શકે ખરો ?
વીરમગામમાં કૉલેરા ફાટી નીકળ્યો ત્યારે સંતબાલજીએ જોયું કે રોગના ઉપચાર કરતાંયે રોગના કારણરૂપ ગંદકીને હઠાવવાનો ઉપચાર જરૂરી છે. તેઓ જાતે ગામની શેરીઓમાં જઈને મળમૂત્ર અને ગંદકીના થર ઉપર રાખ ભભરાવતા. સ્વયંસેવકોનું દળ ઊભું કરી આખા ગામની ગંદકી દૂર કરવાનો ભગીરથ પ્રયાસ એમણે આદર્યો. ત્યાંયે કેટલાક જૈનોએ વિરોધ કર્યો કે ગંદકી દૂર કરવા જતાં નાનાં જીવજંતુઓની હિંસા થાય છે. એમને કૉલેરાથી મરતા માનવીઓ કરતાં ગંદકી દૂર કરવામાં જીવજંતુઓની ફિકર વધારે
૧૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા