________________
ડૂબેલા રહેતા તથા તેમને ભારે વ્યાજ ચૂકવવું પડતું. સતત પાણીની અછતને લીધે તેમનામાં સ્વચ્છતાનો અભાવ હતો તેથી તેઓ અનેક રોગોથી પીડાતા.
સંતબાલજીએ કેટકેટલી હિંસાઓ અટકાવી છે. નળ સરોવરને કાંઠે આવેલ જુવાલ ગામના લોકો શિયાળામાં આવતાં સુંદર પક્ષીઓનો શિકાર કરતા, બહારના લોકો પણ શિકાર કરવા આવતા, આ વાતને તેમણે અટકાવી અહિંસાત્મક રીતે પ્રેમ અને સમજણથી કબૂતરોને શેકીને ખાવાની પ્રથા પણ ગામના જુવાનિયાઓને સમજાવી દૂર કરી. પાણીની રાહત માટે જલસહાયક સમિતિની રચના કરી લોકોને મદદ આપી. ખેડૂતોના ભલા માટે ખેડૂતોનું સંગઠન ઊભું કર્યુ પરંતુ તે પણ ન્યાય-નીતિ માર્ગે ચાલે એનું ધ્યાન રખાતું.
વિરમગામમાં કોલેરા ફાટી નીકળતાં સંતબાલજી પોતે સૂકી રાખ લઈ લોકોના મળમૂત્રને ઢાંકવા નીકળી પડ્યા. પછી તો યુવાનો પણ કોદાળી-પાવડા લઈ સફાઈના કામમાં લાગી ગયા.
સંત બાલજીએ સાત સ્વાવલંબનનો કાર્યક્રમ આપ્યો. પેટ, પહેરણ અને પથારી શિક્ષણ અને આરોગ્ય
ન્યાય અને રક્ષણ એ સાતે બાબતમાં ગામડાં પગભર બને.
આમ આર્થિક સ્વાવલંબન અને સત્તાના વિકેન્દ્રીકરણના નમૂનારૂપ સાકાર થયું સાત સ્વાવલંબન.
ગ્રામજનોને પણ સ્વાશ્રયી બનાવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યા. પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામ પ્રજામાં આશાનો સંચાર તથા શ્રદ્ધાબળ પેદા કર્યા. ગ્રામપ્રજા પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે તેમ છે. તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ કરી તેને
૧૬૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા