________________
પાલન કરનારા ગુરૂદેવો પ્રત્યે ભક્તિ-બહુમાન-ગુણગાન અને સમર્પણભાવ આવશ્યક છે. કુદેવ, કુગુરૂ, કુધર્મનો ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે. વળી ભગવાને બતાવેલા ભાવોને સરળતાપૂર્વક સ્વીકારવા જોઈએ. મિથ્યાત્વથી છૂટવા, અરિહંત દેવ અને કેવળી પ્રરૂપિત ધર્મની
ઓળખાણ કરાવનાર, નિગ્રંથ ગુરૂદેવ, સમ્યગુ જ્ઞાનદિપક પ્રગટાવનારની ઉપાસના, સત્સંગ જરૂરી છે. જેઓ સ્વયં ભગવાનની આજ્ઞાની વિરાધના કરતા હોય, શિથિલ હોય, ભ્રષ્ટ હોય તો સમ્યગુ માર્ગે આપણને કઈ રીતે લઈ જાય ? માટે પંચ મહાવ્રતનું દઢતાથી પાલન કરનારા ગુરૂદેવોને સમર્પિત થવું જરૂરી છે. શ્રાવક હંમેશા ત્રણ મનોરથોનું ચિંતવન કરે
(૧) પહેલા મનોરથમાં શ્રાવકજી એમ ચિતવે કે, અહો જિનેશ્વર દેય ! આ બાહ્ય અને અત્યંતર પરિગ્રહ, વિષય-કષાયને વધારનાર છે. રાગ-દ્વેષના મૂળ છે, જ્ઞાન-દર્શન-ચારિત્રનો નાશ કરનાર છે. અઢાર પાપને વધારનાર છે, દુર્ગતિને દેનાર છે, સંસાર પરિભ્રમણ કરાવનાર છે. તેથી હું ક્યારે આરંભ અને પરિગ્રહ, થોડો કે વધુ, ઘટાડીશ કે ઓછો કરીશ, તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે.
(૨) બીજા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે, અહો જિનેશ્વર દેવ ! ક્યારે હું ગૃહવાસનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી, અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરી, દ્રવ્ય અને ભાવથી મુક્તિ થઈને, દીક્ષા અંગીકાર કરીશ. વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલનારો બનું, તે દિવસ મારો ધન્ય અને પરમકલ્યાણકારી થશે.
(૩) ત્રીજા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે, અહો જિનેશ્વરદેવ ! ક્યારે હું ચારે આહારનો ત્યાગ કરી, અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોની આલોચના કરી, પડિક્કમિ, નિંદી, નિઃશલ્ય થઈ બધા જીવોને ખમાવી, અતિ પ્રેમથી
જ્ઞાનધારા
(૧૫૮
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪