________________
સંલેખના જૈનધર્મની ગૌરવભરી વિશેષતા છે. આ શરીરના માધ્યમથી જીવન પર્યત સાંસારિક અને આત્મોન્નતિના કાર્ય કરવાના છે. પરંતુ જીવનની અંતિમ ક્ષણે જ્યારે શરીર દરેક પ્રકારની સાધના – આરાધના અને કર્તવ્યપાલન માટે નિર્બળ અને અસહાય થઈ જાય છે ત્યારે પ્રસન્નતાપૂર્વક આ શરીરના ત્યાગની તૈયારી કરવી અને દરેક પ્રવૃત્તિઓથી આમરણાંત નિવૃત્ત થઈ જવું એ મારણાંતિક સંલેખના વ્રત છે. આ વ્રત દરમિયાન મન, વચન અને કાયાના ત્રણે યોગ અને કરવું. કરાવવું અને કરતા પ્રત્યે અનુમોદના, એ ત્રણ કરણ મળીને નવ કોટીથી સંપૂર્ણ નિવૃત્ત થવાનું છે, જે સાધુની સર્વવિરતિની સમકક્ષ છે. સંલેખણા દરમિયાન સાધુ અને શ્રાવકમાં તાત્વિક દૃષ્ટિએ કોઈ ભેદ રહેતો નથી. જે કંઈ તફાવત છે એ પૂર્વકર્મના સંસ્કારજનિત કષાયની મંદતા અને તીવ્રતાનો છે.
બાર વ્રત શ્રાવકના આચારના પાયામાં છે અને સંલેખણા તેના જીવનનું અંતિમ લક્ષ્ય છે. શ્રાવકના હમેંશ ત્રણ મનોરથ હોય છે કે તે ક્યારે બાર વ્રત અંગીકાર કરે, ક્યારે સર્વવિરતિ શ્રમણ થાય અને અંત સમયે સંલેખણા તપનો અવસર મળે.
ભગવાન મહાવીરે સ્વયં ૧૨ ૧/૨ વર્ષની અડગ અને ઉગ્ર સાધના દરમિયાન આ વ્રતોનું પાલન કર્યું છે. તેમણે મોક્ષમાર્ગની સમાપ્તિએ કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને અનંત વીર્ય પ્રગટ કર્યા તેનું યથાર્થ વર્ણન આ ગાથામાં મળે છે. दाणाण सेठें अभयप्याणं, सच्चेसु वा अणवज्जं वयंति ।
तवेसु वा उत्तमबंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते ॥
અભયદાન એ અહિંસાની સર્વોત્તમ અને અનુપમ વિભાવના છે. અહિંસાનો દાનમાં સમાવેશ કરીને શાસ્ત્રકારે દાનની વ્યાખ્યા વ્યાપક તો કરી છે, સાથેસાથે દાનના મહિમાને પણ ઊંચા શિખર ઉપર
સ્થાપિત કર્યો છે. શ્રમણ ભગવાન મહાવીરની અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યને એક સૂત્રમાં ગુંથીને શાસ્ત્રકાર કહે છે કે કોઈ પણ વ્રત
(૧૪૧) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા