________________
(રમેશભાઈ ગાંધી ઘાટકોપર (મુંબઈ) નિવૃત્ત બેંક મેનેજર છે. નિવૃત્તિમાં ધર્મની ખૂબજ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યાં છે. જૈન ધર્મના અભ્યાસી અધ્યાત્મના ત્રણ પુસ્તકોનો અંગ્રેજીમાં
રમેશભાઈ એ અનુવાદ કરેલ છે.)
જિનાગમ સંદર્ભમાં શ્રાવકના આચાર કયા અને કેવા છે ? અહીં આપણે આવશ્યકસૂત્રના છ આવશ્યકનો આધાર લેવાનો છે. પ્રથમ નજરે સહજ સરળ લાગતો વિષય હવે ઊંડાણમાં પ્રવેશે છે. પ્રથમ આવશ્યક “સામાયિક” પોતે જ એક જુદા અધ્યયનનો વિષય છે. “સમય”નો અર્થ ‘આત્મા' થાય છે. એટલે આત્મભાવમાં સ્વભાવમાં રહેવા માટેની એક પ્રક્રિયા-અનુષ્ઠાન એટલે સામાયિક, વિશેષ રૂપે સ્વભાવમાં રહેવું હોય તો ‘વિભાવ'થી દૂર થવું પડે અને તે માટે વિભાવ રૂપ ‘સાવદ્યયોગો' અર્થાત ૧૮ પાપ સ્થાનક રૂપ અપ્રશસ્ત પ્રવૃત્તિનો ત્યાગ કરવો પડે પણ શ્રાવકધર્મની એક મર્યાદાએ આડી આવે છે કે તે સંપૂર્ણરૂપે પાળવી કઠિન છે એટલે ૩ કરણ + યોગ રૂપ ૩ x ૩ ૯ કોટિ ને બદલે બે કરણ X ૩ યોગ રૂપ ૬ કોટિ એ પાળવાનું હોય છે. અનુમોદનાનો ત્રણ યોગથી આગાર-છૂટ હોય છે. આનો એવો અર્થ હરગીજ નથી કે અનુમોદનાપાપ પ્રવૃત્તિની કરો તો ચાલે. અહીં એટલું જ તાત્પર્ય છે કે અનુમોદના કદાચ થઈ જાય તો વ્રતભંગ થતો નથી કારણ કે
=
જૈનસાહિત્ય
જ્ઞાનધારા
રમેશભાઈ ગાંધી
૧૩૪
જ્ઞાનસત્ર-૪