________________
ખમવું અને ખમાવવું એ જૈન સંસ્કૃતિ છે.
જૈન સંસ્કૃતિને પામેલી માતાઓ આજે પણ એવી ભાવના ધરાવે છે કે મારો કોઈ પુત્ર-પુત્રી સંયમના માર્ગે જાય. જૈન ઈતિહાસમાં માતા પાહિણીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. પોતાના વહાલસોયા પુત્રને વહોરાવી દીધો અને આગળ જતા જૈન સંસ્કૃતિના નાયક પ.પૂ. હેમચંદ્રસુરી મ.સા. બન્યા અને જેમણે કુમારપાલ રાજાને જેને સંસ્કૃતિના દર્શન કરાવીને ભવ્યાતિભવ્ય જિનાલયોની રચના કરાવી અને જીવદયા સારાયે ૧૮ દેશમાં પળાવી.
જૈન સંસ્કૃતિના પાયામાં જિનશાસન પ્રત્યેની અભૂતપૂર્વ ચાહના ધરબાયેલી છે. સ્ત્રીઓ પોતાના કરીયાવરમાં સોના-રૂપાને બદલે જિનશાસન ગૌરવવંતુ બને એમ ઈચ્છા ધરાવે છે. આવી એક નોંધપાત્ર ઘટના ઈતિહાસમાં અમર બની છે. પિતાની ગેરહાજરીમાં બેન ઊજમના લગ્ન નિમિત્તે ભાઈને નવ ગાડા ભરાય તેટલો કરિયાવર આપ્યો. બેનની વિદાય સમયે ભાઈએ કરીયાવર બતાવ્યો. બેન રડી પડી. ભાઈએ કારણ પૂછ્યું - જવાબમાં ભોગ સામગ્રીથી સંસાર વધશે. બંને ભાઈને સમજાવ્યું કરિયાવર શત્રુંજય ઉપર જિનાલયનું નિર્માણ છે. ભાઈએ વચન પાળ્યું અને શત્રુંજયતિર્થ ઉપર જિનાલયનું નિર્માણ કર્યું જે આજે ઉજમફઈની ટૂંક તરીકે સુપ્રસિદ્ધ
જૈન સંસ્કૃતિમાં (નારી) સાથ્વીમાતા આચાર પાળવામાં મક્કમ હોય છે. બ્રાહ્મણ પંડિત ઉપાશ્રય પાસેથી સમી સાંજે પસાર થતા હતા ત્યારે તેમણે જૈન ધર્મના શ્લોકો સાંભળ્યા. રાત્રે જ્યારે તે બ્રાહ્મણ પંડિત ઉપાશ્રયમાં સાધ્વીમાતાને પૂછવા જાય છે ત્યારે સાધ્વીમાતા બ્રાહ્મણને જૈન સંસ્કૃતિનો આચાર સમજાવે છે અને પોતાના ગુરૂને મળવાનું સૂચન કરે છે. બ્રાહ્મણ જતે દિવસે હરિભદ્રસુરી બને છે જેમણે ૧૪૪૦ જૈન ગ્રંથોની રચના કરી. આના મૂળમાં સાધ્વીમાતા યાચીની મરૂતરા સુતોની સંસ્કૃતિ પ્રત્યેની વફાદારી હતી. જ્ઞાનધારા
૧૨૯ જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪