________________
સુલસાને ભગવાન મહાવીર અંબડશ્રાવક મારફત ધર્મલાભ પાઠવે તો તે કેટલી ઉદાત્ત અને ભવ્ય હશે ?
મુનિ સ્થૂલિભદ્રના પારસ સ્પર્શ પરંમ શ્રાવિકા બનેલી રૂપકોશા એક પરમ તપસ્વી સાધુને પતનના માર્ગેથી કેવી ટકોર કરી પાછા વાળે છે ?
આઠમી સદીમાં યાકિની નામના મહત્તરા સાધ્વીએ ન સમજાએલી ગાથાનો અર્થ સમજવા આવેલા બ્રાહ્મણ પુરોહિતને ગુરુ મહારાજ પાસે મોકલી જૈન સંસ્કૃતિને ૧૪૪૪ ગ્રંથોનું સર્જન કરનારા યાકિની મહત્તરાસુનુ આચાર્ય હરિભદ્રસૂરિની ભેટ આપી.
અગિયારમી સદીમાં થયેલા યાહિણીદેવીનો ઉપકાર યાદ કરો જેમણે માતૃપ્રેમને ઢબૂરી શાસનપ્રેમને દીપાવ્યો અને જગતમાં સાહિત્ય અને અહિંસાના ક્ષેત્રે સૂર્ય સમા કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય
પ્રગટ્યા.
બારમી સદીમાં આપણને મળે છે અનુપમા દેવી પોતાના પતિ અને જેઠને સંપત્તિને જમીનમાં દાટતા જોઈ એવી પ્રેરણા કરી કે એ સંપત્તિ ન કોઈ ચોરી શકે, ન નાશ પામે અને ત્રિભુવન એ સંપત્તિ નિરખ્યા કરે તેવા જગપ્રસિદ્ધ આબુના મંદિરો નિર્માણ પામ્યા. તેરમી સદીમાં થયેલા મહત્તરા પ્રવર્તિની પદ્મશ્રી સાધ્વી જેમણે આઠ વર્ષે દીક્ષા લીધી. માત્ર ત્રણ વર્ષના દીક્ષાપર્યાયમાં સાતસો શિષ્યાઓના ગુરૂણી બન્યા. પ્રવર્તિની પદ પ્રાપ્ત કર્યું અને ત્રણ-ચાર વર્ષ પછી મહત્તરા પદથી અલંકૃત થયા. તેઓ ગૂઢતત્ત્વજ્ઞાનને હસ્તામલકવત્ સમજાવી શકતા. અઠ્ઠાવીસ વર્ષની વયે તો સદ્ગતિમાં સંચરી ગયા.
-
સોળમી સદીમાં આપણને મળે છે તપસ્વિની ચંપા શ્રાવિકા જેણે મોગલેઆઝમ અકબર સમક્ષ પોતાની તપશ્ચર્યાનું શ્રેય ગુરુ દેવ શ્રી હીરવિજયસૂરિને આપ્યું અને હિંદુસ્તાનમાં હિંસા અને સંઘર્ષના યુગની સમાપ્તિ થઈ અહિંસા અને સંસ્કરણની ઉષા ઊગી.
અને છેલ્લે છેલ્લે ઓગણીસમી સદીમાં થયેલા અમદાવાદના ૧૨૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા