________________
– ડો. ધનવંતીબેન મોદી . (ઘાટકોપરના ડો. ધનવંતીબેન નવીનચંદ્ર મોદીએ (એમ.એ., પીએચ.ડી.) પૂ. શ્રી ધમસિંહજી સ્વામીના જીવન અને સાહિત્ય પર અધ્યયન | સંશોધન કરી પીએચ.ડી. કરેલ છે.
જૈન ધર્મના અભ્યાસી છે. અને શિબિરો, જેના જ્ઞાનસત્ર વિ.માં ભાગ લે છે.)
જેને સંસ્કૃતિનો આધાર સ્તંભ છે ચતુર્વિધ સંઘ . એમાં નારીને એટલે કે સાધ્વી અને શ્રાવકાને સાધુ અને શ્રાવક જેટલું જ સ્થાન આપ્યું છે. નારી પણ મોક્ષની અધિકારિણી છે એમ કહી ક્રાંતિનું રણશિંગુ ફૂંકનાર ક્રાંતિવીર તીર્થકરોને વંદન !
વિચારમાં અનેકાંતવાદ, આચારમાં અહિંસા અને “જીવો અને જીવવા દો'ના મૂલ્યનું મૂર્તિમંત પ્રતીક એટલે જૈન નારી. કોઈ “નારી નમણું ફૂલ' કહીને સ્ત્રીને નવાજી છે. ફૂલની તુલના કરતાં ફૂલની ચાર વિશિષ્ટતા રંગ, સુગંધ, માર્દવ અને મકરંદ નજર સામે આવે. શ્રદ્ધાનો રંગ, ચારિત્રની સુગંધ, તપની માર્દવતા અને જ્ઞાનના મકરંદથી સ્ત્રીરૂપી પુષ્પ સોહે છે. પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સંસ્કારથી જૈન સંસ્કૃતિનો વિકાસ કરનાર પુણ્યશ્લોકા નારીઓમાં કેટલાકનું નામ સ્મરણ, ગુણ સ્મરણ કરી પાવન થઈએ.
વર્તમાન ચોવીસીમાં જૈન સંસ્કૃતિના આદ્ય-સ્થાપક ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિજ્ઞાન અને સુંદરીને અંકજ્ઞાન આપ્યું, સાથે જ ૬૪ કળાઓ શીખવી. બ્રાહ્મી, સુંદરી કલા, શિલ્પ
(૧૦૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪