________________
નથી. તેથી દેવગતિમાં નરકાયુની સત્તા હોતી નથી. આ ત્રણ પ્રકૃતિ વિનાની સર્વે પ્રકૃતિઓની સત્તા ચારે ગતિમાં હોય છે. એટલે મનુષ્યગતિમાં ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. દેવગતિમાં નરકાયુ વિના૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. નરકગતિમાં દેવાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે અને તિર્યંચગતિમાં જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે.
અહીં ગુણઠાણામાં બંધોદયસત્તાનો સંવેધ કહ્યો છે. તે ગુણઠાણામાં ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આવે છે. તેથી ગ્રંથકારભગવંત ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને કહે છે..
ઉપશમશ્રેણી:
-
पढमकसायचउक्कं दंसणतिग सत्तगा वि उवसंता । अविरयसमत्ताओ जाव नियट्टित्ति नायव्वा ॥ ७५ ॥ सत्तट्ठ नव य पनरस, सोलस अट्ठारसेव गुणवीसा । एगाहि दु चडवीसा, पणवीसा बायरे जाण ॥ ७६ ॥ सत्तावीसं सुहुमे, अट्ठावीसं च मोहपयडीओ । उवसंतवी अराए, उवसंता हुंति नायव्वा ॥७७॥
ગાથાર્થ:- અનંતાનુબંધીચતુષ્ક અને દર્શનત્રિક... એ ૭ પ્રકૃતિ અવિરતસમ્યગ્દષ્ટિથી માંડીને અપૂર્વકરણગુણઠાણા સુધી ઉપશાંત થયેલી જાણવી.
અનિવૃત્તિબાદરસંપરાયગુણઠાણે મોહનીયની સાત, આઠ, નવ, પંદર, સોળ, અઢાર, ઓગણીસ, એકવીસ, બાવીસ, ચોવીશ અને પચ્ચીસ પ્રકૃતિઓ ઉપશાંત જાણવી.
સૂક્ષ્મસંપરાયગુણઠાણે મોહનીયની ૨૭ પ્રકૃતિઓ અને ઉપશાંતમોહગુણઠાણે મોહનીયની-૨૮ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી.
૫૭૯