________________
અપેક્ષાએ પ્રમત્તગુણઠાણાના અંતે શોક-અતિ-અશાતા-અસ્થિર-અશુભઅયશનો બંધવિચ્છેદ થવાથી ૬૩માંથી ૬ પ્રકૃતિ ઓછી કરવાથી ૫૭ પ્રકૃતિ રહે છે. તેમાં આહારકદ્ધિક ઉમેરવાથી અપ્રમત્તગુણઠાણે-૫૭ + ૨ = ૫૯ બંધાય છે.
અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થવાથી અપૂર્વકરણ ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૫૮ પ્રકૃતિ બંધાય છે. ૧લા ભાગના અંતે નિદ્રાદ્વિકનો બંધવિચ્છેદ થવાથી બીજા ભાગથી ૫૬ પ્રકૃતિ બંધાય છે. ૬ઠ્ઠા ભાગના અંતે દેવદ્ધિક, પંચેજાતિ, શુભવિહાયોગતિ, ત્રસાદિ૯, વૈદ્ધિક, આહારકદ્ધિક, તૈજસ-કાર્યણશરીર, ૧લુ સંસ્થાન, નિર્માણ, જિનનામ, વર્ણાદિ-૪, અગુરુલઘુચતુષ્ક... એ ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૯મા ભાગે ૨૬ પ્રકૃતિ બંધાય છે.
૯ થી ૧૩ ગુણઠાણે બંધઃ
बावीसा एगूणं, बंधइ अट्ठारसंतमनिट्ठी । सत्तरस सुहुमसरागो, सायमोहो सजोगुत्ति ॥७२॥
ગાથાર્થ:- અનિવૃત્તિગુણઠાણે ૨૨ થી માંડીને એક-એક પ્રકૃતિ ઓછી કરતાં ૧૮ સુધી બાંધે છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે-૧૭ બાંધે છે અને મોહવિનાના ગુણઠાણાથી (૧૧માથી) સયોગી ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય બંધાય છે.
વિવેચનઃ અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્યચતુષ્કનો બંધવિચ્છેદ થવાથી નવમા ગુણઠાણાના ૧લા ભાગે ૨૨ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી પુવેદનો બંધવિચ્છેદ થવાથી બીજા ભાગે ૨૧ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંક્રોધનો બંધવિચ્છેદ થવાથી ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંમાનનો બંધવિચ્છેદ થવાથી ચોથા ભાગે ૧૯ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંમાયાનો બંધવિચ્છેદ થવાથી પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંલોભનો બંધવિચ્છેદ થવાથી ૧૦મા ગુણઠાણે-૧૭ પ્રકૃતિ બંધાય છે. ૧૦મા ગુણઠાણાના અંતે શાના૦૫,
૫૭૭