________________
'પણ પૂનમે ઝીંઝુવાડાથી શંખેશ્વરની પગે ચાલીને પણ આપ દાદાની પૂજા કર્યા પછી જ પચ્ચક્ખાણ પારતાં... દીક્ષા પછી વર્ષો સુધી વિહારમાં આવતાં પાર્શ્વનાથદાદાના દરેક તીર્થોમાં આપને અટ્ટમ હોય... અને એ જ પ્રભુની આરાધનાને કાયમી સાથે રાખવા અચાનક જ ભીલડીયાજી તીર્થથી ૪ કિ.મીટર દૂર નેસડાનગર મહિમાવંત મનમોહનપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં... પૂ. અરવિંદસૂરિ મ.સા. અને પૂ. યશોવિજયજીસૂરિ મ. સા., ઉપા. મહાયશ વિ.મ. તથા ગણિ ભાગ્યેશ વિ.મ. મુ.મહાયશ વિ.મ. (સુપુત્રો)ની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રની ધૂન વચ્ચે, જયંતિલાલ કાળીદાસ પરિવાર આયોજીત અઠ્ઠમતપ પ્રસંગે
આજુબાજુમાં રહેલાં ૧૧૧૦ અઠ્ઠમતપના તપાવીઓ વચ્ચે વિ. સંવત ૨૦૬૦ના પોષીદશમના દિવસે ૧૦ કલાકે છઠ્ઠતા સાથે આપે વિદાય લીધી...
૧૦નો આંક આપની સાથે રહ્યો... જન્મ વૈ. સુદ.૧૦..., દીક્ષા વૈ. સુદ.૧૦..., રવર્ગવાસ મા.વદ.૧૦ (પોષીદશમ) સમય સવારે ૧૦ વાગે ૧૦ મીનિટે... નેસડાનગર પર આપની રકૃતિ કાયમી અંકિત બની નેસડા સંઘ ધન્ય બન્યો, ૫૦૦૦ ગુરૂભક્તો, ગ્રામ્યજનો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાય...
પરિવારના દીક્ષિત રત્નો ભાગ્યેશવિ.મ., મહાયશવિ. (સુપુત્રો) ' પૂ.રમ્યગુણાશ્રીજી મ. (ધર્મપત્ની), હર્ષગુણાશ્રી, હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી,
ભવ્યગુણાશ્રી (પુત્રીઓ), મહાયશાશ્રી, જિનયશાશ્રી, ધૃતિગુણાશ્રી (ભત્રીજી)
ચંદ યશ વિજય