________________
દેવાયુને જ બાંધે છે. એટલે સમ્યકત્વગુણઠાણે.. નારકના-૫ ભાંગામાથી બંધકાળનો -૧ ભાંગો (રજો) તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૭મો/૮મો ૯મો) મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૧૬મો/૧૭મો/૧૮મો) દેવના-૫ ભાંગામાંથી બંધકાળનો- ૧ ભાંગો (૨૫મો)
કુલ ૮ ભાંગા વિના ૨૦ ભાંગા ઘટે છે. * દેશવિરતિગુણઠાણુ દેવ-નારકને હોતું નથી. તિર્યંચ-મનુષ્યને જ હોય છે. અને દેશવિરતિધર તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે...
નરકના- ૫
દેવના- ૫ તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૭મો/૮મો૯મો) મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૧૬મો/૧૭મો/૧૮મો)
કુલ ૧૬ ભાંગા વિના ૧૨ ભાંગા ઘટે છે. * પ્રમત્ત-અપ્રમત્તે મનુષ્યો જ હોય છે અને તે દેવાયુને જ બાંધે છે. એટલે ૬ઢા-૭માગુણઠાણે નરકના-૫ ભાંગા
તિર્યંચના-૯ ભાંગા
દેવના -૫ ભાંગા મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા
કુલ- ૨૨ વિના ૬ ભાંગા ઘટે છે. * ૮થી ૧૪ ગુણઠાણે મનુષ્ય જ હોય છે. તે ગુણઠાણામાં આયુષ્ય બંધાતું નથી અને નરકાયુ-તિર્યંચાયુ-મનુષ્યાય બાંધેલું હોય એવો જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી. એટલે બદ્ધાયુ ઉપશમકને ૨ (૧૫ મો-૨૩મો) ભાંગા ઘટે છે અબદ્ધા, ઉપશામક અને ક્ષેપકને એક જ ૧પમાં ભાંગો ઘટે છે.
૬૩