________________
કોઈપણ જીવ પરભવાયુને બાંધતો નથી ત્યાં સુધી એક જ ભોગવાતું આયુષ્ય સત્તામાં હોય છે. તે વખતે ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે અને તે જીવ જ્યારે પરભવાયુનો બંધ શરૂ કરે છે તે સમયથી ભોગવાતું આયુષ્ય અને નવા બંધાતા પરભવાયુની સત્તા હોય છે. તે વખતે ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. એટલે આયુષ્યકર્મના ૨ સત્તાસ્થાન હોય છે. ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન અને ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન... આયુષ્યકર્મનો સંવેધ :
* નારકો ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે પરભવાયુનો બંધ કરે છે. એટલે નારકોને ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યાં સુધી આયુષ્યનો અબંધ હોય છે તે વખતે નારકોને આયુનો અબંધ, નરકાયુનો ઉદય, નરકાયુની સત્તા હોય છે, તે ૧લો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી છમાસન્યૂન ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી છમાસન્યૂન ૩૩ સાગરોપમ છે.
નરકાયુનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે તેથી ૧લો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે.
* નારકો ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે છે ત્યારે તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધવાની શરૂઆત કરે છે. તે વખતે જે નાક તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, નરકાયુનો ઉદય, તિર્યંચાયુ-નરકાયુની સત્તા હોય છે, તે બીજો ભાંગો થયો અને જે નારક મનુષ્યાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, નરકાયુનો ઉદય, મનુષ્યાયુ-નરકાયુની સત્તા હોય છે, તે ત્રીજો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
(૯) કેટલાક આચાર્યભગવંતના મતે નારકો પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે પરભવાયુને બાંધે છે. તેમના મતે ૧લા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન ૩૩ સાગરોપમ છે અને છેલ્લા બે ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
૫૩