________________
૬૨માણામાં મૂળકર્મનો સંવેધ :
* જે માર્ગણા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેમાં મૂળકર્મના ૧ થી ૭ ભાંગા ઘટે છે. (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય (૩) ત્રસકાય (૪) ભવ્ય (૫) ક્ષાયિકસમ્યક્ત (૬) સંજ્ઞીમાર્ગણામાં... ૧ થી ૭ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં મૂળકર્મના ૧ થી ૬ ભાંગા ઘટે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ (૪) શુકલેશ્યા (૫) આહારીમાર્ગણામાં ૧ થી ૬ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧ થી ૫ ભાંગા ઘટે છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) ચક્ષુદર્શન (૬) અચક્ષુદર્શન (૭) અવધિદર્શન માર્ગણામાં ૧ થી ૫ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧ થી ૩ ભેગા ઘટે છે. લોભમાર્ગણામાં ૧ થી ૩ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. તેમાં ૧લોરજો ભાંગો ઘટે છે. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ-૪, પૃથ્વીકાયાદિ-૫, પુ.વેદાદિ-૩, ક્રોધાદિ-૩, અજ્ઞાનત્રિક, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ-૫, અભવ્ય, ક્ષયોપશમ, સાસ્વાદન, મિથ્યાત્વ અને અસંજ્ઞી....એ-૩૬ માર્ગણામાં ૧લો-રજો ભાંગો જ ઘટે છે.
* અણાહારીમાર્ગણામાં જીવ ૧૯/રજે ૪થે ગુણઠાણે વિગ્રહગતિમાં હોવાથી આયુષ્ય બંધાતું નથી. તેથી ૧લો ભાંગો ન ઘટે અને ૧૦મું ૧૧મું ૧૨મું ગુણઠાણું ન હોવાથી ૩જો/૪થો/પમો ભાંગો ન ઘટે એટલે અણાહારીમાર્ગણામાં રજો/૬ઢો/૭મો ભાંગો જ ઘટે છે.