________________
એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં-૨૮/૨૯૩૩૧ (કુલ-૪) બંધસ્થાન ઘટે છે.
થયોપશમસમ્યકત્વમાર્ગણામાં. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના.....૧૮ મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના ...૧૬
કુલ – ૩૪ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૯૧૧ ભાંગા ઘટતા નથી. કારણ કે ક્ષયોપશમસમ્યકત્વી તિર્યંચપ્રાયોગ્ય, નરકપ્રાયોગ્ય, અપર્યાપ્તપ્રાયોગ્ય અને અપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮, નરકમા૦૧, અપમનુOબા ૧ અને અપ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના-૪૬૦૮ ભાંગામાંથી-૮ ભાંગા જ ઘટે છે. બાકીના ૪૬૦૦ ભાંગા ઘટતા નથી. એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં કુલ-૯૩૦૮ + ૧ + ૧ + ૧ + ૪૬૦૦ = ૧૩૯૧૧ ભાંગા ઘટતા નથી. મતિજ્ઞાનની જેમ...
ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે. મિશ્રગુણઠાણાની જેમ.
મિશ્રસમ્યકત્વમાર્ગણામાં-૨ બંધસ્થાન અને ૧૬ બંધભાંગા ઘટે છે. સાસ્વાદનગુણઠાણાની જેમ.. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં-૩ બંધસ્થાન અને ૯૬૦૮ ભાંગા ઘટે છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ... મિથ્યાત્વમાર્ગણામાં-૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ.
સંજ્ઞીમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. તિર્યંચગતિમાર્ગણાની જેમ...
૨૫૬