________________
ઉદય એક જ સમય હોય છે. એટલે જઘન્યથી ૭ કર્મના ઉદયસ્થાનનો કાળ ૧ સમય કહ્યો છે. તથા ૧૧મા-૧૨મા ગુણઠાણે જ ૭ કર્મોનો ઉદય હોય છે અને તે બન્ને ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત જ છે. એટલે ઉત્કૃષ્ટથી ૭ કર્મના ઉદયસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કહ્યો છે.
+ ૧૨મા ગુણઠાણે ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા પછી ૧૩મા૧૪માં ગુણઠાણે ચાર અઘાતી કર્મોનો જ ઉદય હોય છે એટલે જ કર્મના ઉદયસ્થાનના સ્વામી સયોગી કેવલી ભગવંતો અને અયોગી કેવલી ભગવંતો છે.
૪ કર્મના ઉદયસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે. કારણકે જે મનુષ્ય પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત જ બાકી રહે છે ત્યારે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે મનુષ્યને સયોગીકેવલી અને અયોગીકેવલી અવસ્થામાં અંતર્મુહૂર્ત સુધી જ ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એટલે જઘન્યથી ૪ કર્મોના ઉદયસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કહ્યો છે. અને જે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક આઠવર્ષની ઉંમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને દેશોન પૂર્વકોડવર્ષ સુધી ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એટલે ઉત્કૃષ્ટથી કર્મોના ઉદયસ્થાનનો કાળ દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે.
-: મૂળકર્મના ઉદયસ્થાન-સ્વામી-કાળ :ઉદયસ્થાન | સ્વામી
ઉત્કૃષ્ટ ૮ કર્મનું | ૧ થી ૧૦
અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ગુણઠાણાવાળા
ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત જીવો
શ્રેણીથી પડેલાને સાદિ-સાંત (૭ કર્મનું | ૧૧-૧૨મા ગુણઠાણાવાળા ૧ સમય | અંતર્મુહૂર્ત | ૪ કર્મનું | સયોગી-અયોગી કેવલી | અંતર્મુહૂર્તી દેશોનપૂર્વક્રોડવર્ષ
કાળ
જઘન્ય
૧૭