________________
ગુણઠાણામાં લેશ્યા -
૧ થી ૪ ગુણઠાણામાં ૬ લેશ્યા હોય છે. ૫ થી ૭ ગુણઠાણામાં ૩ શુભલેશ્યા હોય છે. ૮ થી ૧૩ ગુણઠાણામાં શુક્લલેશ્યા એક જ હોય છે. લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા
૧ થી ૪ ગુણઠાણામાં ૬ લેશ્યા હોય છે અને ૧ થી ૪ ગુણઠાણામાં ક્રમશઃ ૮ + ૪ + ૪ + ૮ = ૨૪ ચોવીશી થાય છે. એટલે ૬ વેશ્યા x ૨૪ ચોવીશી = ૧૪૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૩૪પ૬ ઉદયભાંગા થાય છે. ૫ થી ૭ ગુણઠાણામાં ૩ શુભલેશ્યા હોય છે. અને ૫ થી ૭ ગુણઠાણામાં ક્રમશઃ ૮ + ૮ + ૮ = ૨૪ ચોવીશી થાય છે. એટલે ૩ લેશ્યા x ૨૪ ચોવીશી = ૭૨ ચોવીશી x ૨૪ ભાંગા = ૧૭૨૮ ઉદયભાંગા થાય છે. ૮મા ગુણઠાણે ૧ વેશ્યા x ૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬ ભાંગા થાય છે. ૯મા ગુણઠાણે ૧ લેશ્યા x ૧૬ ભાંગા = ૧૬ ઉદયભાંગા થાય છે. ૧૦મા ગુણઠાણે ૧ લેડ્યા x ૧ ભાંગો = ૧ ઉદયભાંગો થાય છે. કુલ ૩૪૫૬ + ૧૭૨૮ + ૯૬ + ૧૬ + ૧ = પ૨૯૭ ઉદયભાંગા થાય છે. લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા
૧ થી ૪ ગુણઠાણામાં ૬ વેશ્યા હોય છે અને ક્રમશઃ ૬૮+૩૨ +૩૨૬૦ = ૧૯૨ ઉદયપદ થાય છે. એટલે ૬ વેશ્યા ૪ ૧૯૨ ઉદયપદ = ૧૧૫ર ઉદયપદ x ૨૪ = ૨૭૬૪૮ પદભાંગા થાય છે.
૫ થી ૭ ગુણઠાણામાં ૩ શુભ લેશ્યા હોય છે અને ક્રમશઃ પર + ૪૪ + ૪૪ = ૧૪૦ ઉદયપદ થાય છે. એટલે ૩ વેશ્યા x ૧૪૦ ઉદયપદ = ૪૨૦ ઉદયપદ x ૨૪ = ૧૦0૮0 પદભાંગા થાય છે.
૮માં ગુણઠાણે ૧ વેશ્યા X ૨૦ ઉદયપદ x ૨૪ = ૪૮૦ પદભાંગા થાય છે. ૯મા ગુણઠાણે ૧ વેશ્યા x ૨૮ પદભાંગા = ૨૮ પદભાંગા થાય છે. ૧૦મા ગુણઠાણે ૧ લેશ્યા ૪ ૧ પદભાંગો = ૧ પદભાંગો થાય છે. કુલ ૨૭૬૪૮ + ૧૦૦૮૦ + ૪૮૦ + ૨૮ + ૧ = ૩૮૨૩૭ પદભાંગા થાય છે.
૨૧૦