________________
સાસ્વાદનગુણઠાણે વૈમિશ્રયોગીને નપુંસકવેદ હોતો નથી. કારણ કે વૈક્રિયમિશ્રયોગ દેવ-નારકને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અને કોઈપણ જીવ સાસ્વાદન ગુણઠાણ લઈને દેવમાં સ્ત્રીવેદે કે પુ.વેદે જ ઉત્પન્ન થાય છે અને કોઈપણ જીવ સાસ્વાદન ગુણઠાણું લઈને નરકમાં જતો નથી. એટલે સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં વૈમિશ્રયોગીને નપુંસકવેદ હોતો નથી. તેથી વૈમિશ્રયોગે ૪ કષાય – ૨ યુગલ ૪ ૨ વેદ (નપું.વેદ વિના) = ૧૬ ભાંગા (ષોડશક) જ થાય છે. એટલે સાસ્વાદનગુણઠાણે વૈક્રિયમિશ્રયોગીને ૭૮/૯ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૩૨ + ૧૬ = ૬૪ ભાંગા થાય છે. કુલ ૧૧૫ર + ૬૪ = ૧૨૧૬ ભાંગા થાય છે.
* મિશ્રગુણઠાણે-૧૦ યોગ હોય છે. તેમાંથી દરેક યોગે ૪ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૪ ચોવીશી = ૪૦ ચોવીશી થાય છે. એટલે યોગની અપેક્ષાએ મિશ્રગુણઠાણે ૪૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે.
* સમ્યકત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા) અને વૈ૦કા) (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૮ ચોવીશી = ૮૦ ચોવીશી થાય છે અને ૮૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૧૯૨૦ ઉદયભાંગા થાય છે.
સમ્યકત્વગુણઠાણે કાર્મણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. કારણ કે કોઈપણ જીવ નરકમાં નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે અને બાકીની ૩ ગતિમાં સમ્યગુદૃષ્ટિ જીવ પુત્રવેદે ઉત્પન્ન થાય છે. એટલે કાર્મણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ ભાંગા જ થાય છે. એટલે સમ્યકત્વગુણઠાણે કાર્મણકાયયોગમાં ૬//૮૯ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૪૮ + ૪૮ + ૧૬ = ૧૨૮ ઉદયભાંગા (૮ ષોડશક) થાય છે. સમ્યકત્વગુણઠાણે વૈક્રિયમિશ્રયોગે સ્ત્રીવેદ હોતો નથી. કારણ કે
૧૯૭