________________
સજાતીય અન્ય પ્રકૃતિમાં સંક્રમ કે નિર્જરા ન થાય ત્યાં સુધી તે કર્મપુદ્ગલોનું તે જ સ્વરૂપે આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય.
જેમકે, જે કર્મયુગલોએ જે સમયે શાતાવેદનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે સમયથી માંડીને જ્યાં સુધી તે શાતાવેદનીય કર્મપુદ્ગલોનો સંક્રમ (શાતાનું અશાતામાં રૂપાંતર) ન થાય કે નિર્જરા ન થાય ત્યાં સુધી તે કર્મપુદ્ગલોનું શાતાવેદનીય રૂપે જ આત્માની સાથે રહેવું, તેને શાતાની સત્તા કહે છે.
અહીં “સ્થાન” શબ્દ સમુદાય વાચક છે. એટલે બે-ત્રણ-ચાર વગેરે કર્મપ્રકૃતિના સમૂહને પ્રકૃતિસ્થાન કહે છે.
= સમ્યક્ પ્રકારે (યથાયોગ્ય રીતે) વેથ = વ્યાપ્ત થવું, ભેગા થવું...
યથાયોગ્ય રીતે બંધ-ઉદય-સત્તાનું ભેગા થવું, તે બંધોદયસત્તાનો સંવેધ કહેવાય.
અથવા... આગમની સાથે વિરોધ ન આવે એવી રીતે એકસાથે બંધ-ઉદય-સત્તાનું પરસ્પર મિલન થવું, તે બંધોદયસત્તાનો સંવેધ કહેવાય. સપ્તતિકાગ્રંથમાં. મૂળકર્મનો બંધોદયસત્તાનો સંવેધ,
જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ, ગુણસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ, ઉત્તરપ્રકૃતિનો બંધોદયસત્તાનો સંવેધ, જીવસ્થાનકમાં ઉત્તરપ્રકૃતિનો સંવેધ, ગુણસ્થાનકમાં ઉત્તરપ્રકૃતિનો સંવેધ,
માર્ગણાદિમાં ઉત્તરપ્રકૃતિનો સંવેધ, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને ગ્રંથકારભગવંત કહી રહ્યાં છે. (१) संवेधः परस्परमेककालमागमाविरोधेन मीलनम् । (कर्मप्रकृति बंधोदय0)