________________
ગાથાર્થઃ- મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનક, ૯ ઉદયસ્થાનક અને ૧૫ સત્તાસ્થાનક કહ્યાં. અહીંથી આગળ નામકર્મ કહીશું...
વિવેચનઃ- ૧લા ગુણઠાણે મોહનીયની ૨૨ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદૃષ્ટિને ૭/૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેમાંથી અનંતાનુબંધીના ઉદય વિનાના ૨૨ના બંધક સાદિ મિથ્યાદષ્ટિને ૭/૮/ ૯ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે કારણ કે, અનંતાનુબંધીનો વિસંયોજક ક્ષયોપશમ સમ્યક્ત્વી સંક્લિષ્ટ પરિણામના વશથી મિથ્યાત્વે આવે છે ત્યારે અનંતાનુબંધીનો બંધ શરૂ કરે છે. તે જ સમયે અનંતાનુબંધીની સત્તા પ્રાપ્ત થવાથી તે જીવ ૨૮ની સત્તાવાળો થાય છે. પણ તે જીવને એક આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. કારણ કે નવું બંધાયેલું દલિક બંધાવલિકા ગયા પછી અને સંક્રમથી આવેલું દલિક સંક્રમાવલિકા ગયા પછી જ ઉદયમાં આવી શકે છે. એટલે એક આવલિકા સુધી અનંતાનુબંધીના ઉદય વિનાના જીવને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
અનંતાનુબંધીના ઉદયવાળા ૨૨ના બંધક સાદિમિથ્યાદૃષ્ટિને ૮/૯/૧૦ નું ઉદર્યસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ત્રણ (૨૮/૨૭/ ૨૬) સત્તાસ્થાન હોય છે અને અનાદિમિથ્યાર્દષ્ટિને ૮/૯/૧૦ના ઉદયસ્થાને ૨૬નું એક જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૨૧ પ્રકૃતિને બાંધનારા સાસ્વાદનીને ૭/૮/૯ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય
છે.
* મોહનીયની-૧૭ પ્રકૃતિને બાંધનારા મિશ્રર્દષ્ટિને ૭/૮/૯ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ત્રણ (૨૮/૨૭/૨૪) સત્તાસ્થાન હોય છે. મોહનીયની-૧૭ પ્રકૃતિને બાંધનારા ઉપશમ સમ્યક્ત્વીને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે તે દરેક
૧૫૧