________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રીભદ્ર-કાર-ચંદ્રયશ ગુરુભ્યો નમઃ ऐं नमः
સપ્તતિકા
મંગલાચરણ :
सिद्धपएहिं महत्थं बंधोदयसंतपयडिठाणाणं । वुच्छं सुण संखेवं नीसंदं दिट्ठिवायस्स ॥ १ ॥ ગાથાર્થ :- સિદ્ધપદવાળા (કર્મપ્રકૃતિ વગેરે) ગ્રંથોને અનુસારે બંધ-ઉદય-સત્તામાં પ્રકૃતિસ્થાનોને સંક્ષેપથી કહીશ. એ સંક્ષેપ મહાન અર્થવાળો અને દૃષ્ટિવાદના ઝરણા (બિન્દુ) સમાન છે. એને તું સાંભળ....
વિવેચનઃ- સપ્તતિકા ગ્રંથના ટીકાકાર ભગવંત શ્રીમલયગિરિ સૂરીશ્વરજી મહારાજે સિદ્ધપદના બે અર્થ કર્યા છે.
(૧) સિદ્ધ છે પદો જેમાં એવા ગ્રન્થો (કર્મપ્રકૃતિ વગેરે) તીર્થંકરભગવંતે અર્થથી દેશના આપી છે તેને ગણધર ભગવંતે ૧૨ અંગમાં સૂત્રથી ગૂંથી છે તેને દ્વાદશાંગી કહે છે. તેમાં દૃષ્ટિવાદ નામનું ૧૨મું અંગ છે તે પાંચ વિભાગમાં વહેંચાયેલું છે (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા... એમાંથી પૂર્વગત નામના ચોથા ભેદમાં ૧૪ પૂર્વ બતાવેલા છે તેમાં અગ્રાયણી નામના બીજાપૂર્વમાં ૧૪ વસ્તુ બતાવેલી છે. તેમાંથી ક્ષીણલબ્ધિ નામની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાભૂત બતાવેલા છે. તેમાંના ચોથા પ્રાભૂતનું