________________
બે આવલિકાકાળે સં.માયાનો નાશ થવાથી ૧ના બંધકને ૧ પ્રકૃતિ (સં. લોભ) જ સત્તામાં હોય છે.
સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો નાશ ન થાય ત્યાં સુધી ર૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. અંતરકરણ કર્યા પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદનો નાશ થવાથી ૧૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી જે સમયે સ્ત્રીવેદનો નાશ થાય છે તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ થાય છે. એટલે પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. ત્યારપછી અંતર્મુહૂર્તમાં ૭નોકષાયનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવની જેમ ૩ના બંધકને ૪૩ સત્તામાં હોય છે. ૨ ના. બંધકને ૩/ર અને ૧ ના બંધકને ૨/૧ પ્રકૃતિ સત્તામાં હોય છે.
નપુંસકવોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો નાશ ન થાય ત્યાં સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે નપુંસકવેદ અને સ્ત્રીવેદને એકીસાથે નાશ થાય છે. તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ - થાય છે. એટલે પુ.વેદનો બંધ વિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં ૭ નોકષાયનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુ.વેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવની જેમ ૩ના બંધકને ૪૩ સત્તામાં હોય છે. ૨ ના બંધકને ૩ર અને ૧ ના બંધકને ૨/૧ પ્રકૃતિ સત્તામાં હોય છે.
સ્ત્રીવેદોદયે અને નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને ૭ નોકષાયનો એકીસાથે નાશ થતો હોવાથી પનું સત્તાસ્થાન હોતું નથી. અને નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નપું.વેદ અને સ્ત્રીવેદનો એકીસાથે નાશ થતો હોવાથી ૧૨નું સત્તાસ્થાન હોતું નથી.
૧૪૯