________________
સીધો પમા ગુણઠાણે આવે છે ત્યારે દેશવિરતિ ઉપશમસમ્યગ્દષ્ટિ તિર્યંચને ૨૮નું સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધીના વિસંયોજક દેશવિરતિધર તિર્યંચને ૨૪નું સત્તાસ્થાન હોય છે. બાકીના ક્ષયોપશમ સમ્યકત્વી દેશવિરતિ તિર્યંચને ૨૮નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૩ના બંધક દેશવિરતિ તિર્યંચોને ૨૮/ર૪ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ૨૩/૨/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોતા નથી. કારણ કે, ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરવાની શરૂઆત કરનારો ક્ષયોપશમ સમ્યક્ત્વી મનુષ્ય જ હોય છે. એટલે ૨૩નું સત્તાસ્થાન મનુષ્યને જ હોય છે. તિર્યંચાદિને હોતું નથી.. અયુગલિક તિર્યંચ દેશવિરતિને પ્રાપ્ત કરી શકે છે પણ ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી અયુગલિક દેશવિરતિ તિર્યંચને ૨૨/ર૧ નું સત્તાસ્થાન હોતું નથી અને જેને તિર્યંચાયુ બાંધેલું છે એવા કૃતકરણ ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને સ.મો.ની અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિસત્તા બાકી રહે ત્યારે જો આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તે નિયમો યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. એટલે યુગલિક તિર્યંચને ૨૨નું સત્તાસ્થાન હોય છે અને જેને તિર્યંચાયુ બાંધેલુ છે એવો ક્ષાયિક સમ્યકત્વી મરીને નિયમા યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તેને ૨૧નું સત્તાસ્થાન હોય છે. એટલે યુગલિક તિર્યંચને ૨૨નું અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. પણ યુગલિક તિર્યંચને દેશવિરતિગુણઠાણ હોતું નથી. એટલે દેશવિરતિધર તિર્યંચને ૨૩/૨/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોતા નથી.
* મોહનીયની ૯ પ્રકૃતિને બાંધનારા પ્રમત્ત-અપ્રમત્ત સંયમીને ૨૮/ર૪/૨૩/૧૨/૨૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. ગ્રન્થિભેદ કરીને ૧લા ગુણઠાણેથી સીધા ઉદ્દે કે ૭મે ગુણઠાણે આવનારા ઉપશમ સમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાન હોય છે. અને શ્રેણીગત ઉપશમ સમ્યકત્વીને ૨૮, ૨૪નું સત્તાસ્થાન હોય છે. એટલે ઉપશમ સમ્યકત્વીને ૨૮/ર૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષયોપશમ સમ્યક્વીને ૨૮/ર૪/ર૩/૨૨નું સત્તાસ્થાન હોય છે અને ક્ષાયિક સમ્યકત્વને ૨૧નું સત્તાસ્થાન હોય છે.
૧૪૭