________________
ગાથાર્થ - બાવીસના બંધના-૬ ભાંગા, ૨૧ના બંધના - ૪ ભાંગા, ૧૭ના બંધના - ૨ ભાંગા, ૧૩ના બંધના - ૨ ભાંગા, ૯ના બંધના બે ભાંગા થાય છે અને તેનાથી આગળના બંધસ્થાને એકએક ભાંગો થાય છે.
વિવેચન - ૨૨ના બંધના ૨ યુગલ X ૩ વેદ = ૬ ભાંગા થાય છે. ૨૧ના બંધના ૨ યુગલ X ૨ વેદ = ૪ ભાંગા થાય છે. ૧૭ના બંધના ૨ યુગલ x ૧ વેદ = ૨ ભાંગા થાય છે. ૧૩ના બંધના ૨ યુગલ x ૧ વેદ = ૨ ભાંગા થાય છે. ૯ના બંધના ૨ યુગલ x ૧ વેદ – ૨ ભાંગા થાય છે.
પના બંધનો ૧ ભાંગો, ૪ના બંધનો ૧ ભાગો, ૩ના બંધનો ૧ ભાંગો, રના બંધનો ૧ ભાંગો અને ૧ના બંધનો ૧ ભાંગો થાય છે.
મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધઃदस बावीसे नव इगवीसे, सत्ताइ उदय कम्मंसा । छाइ नव सत्तरसे, तेरे पंचाइ अट्टेव ॥ १७ ॥ चतारिआइ नवबंधएसु उक्कोसा सत्तमुदयंसा । पंचविह बंधगे पुण, उदओ दुण्हं मुणेअव्वो ॥ १८ ॥ इत्तो चउबंधाई, इक्किकुदया हवंति सव्वेवि । बंधोवरमे वि. तहा उदयाभावे वि वा हुज्जा ॥ १९ ॥
ગાથાર્થ - ૨૨ના બંધે ૭ થી ૧૦ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. ૨૧ના બંધે ૭ થી ૯ સુધીના ૩ ઉદયસ્થાન હોય છે. ૧૭ના બંધ ૬ થી ૯ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. ૧૩ના બંધે ૫ થી ૮ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. ૯ના બંધે ૪ થી ૭ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. વળી, પાંચ પ્રકૃતિના બંધ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે. એનાથી આગળ ચાર પ્રકૃતિ વગેરેના બંધસ્થાને એક-એક પ્રકૃતિનો ઉદય હોય છે. બંધના અભાવમાં પણ એક પ્રકૃતિનો ઉદય હોય છે અને ઉદયના અભાવમાં પણ મોહનીયની સત્તા વિકલ્પ હોય છે.
૧ ૨ ૫