________________
તમો ભાગ] જઘન્યસ્થિતિબંધ થાય છે. તે અનિકાચિત છે. તેનો અબાધાકાળ `અંતર્મુહૂર્ત છે અને નિષેકકાળ અંતર્મુહૂર્તન્યૂન અંતઃકોકોસાળ છે.
ગ્રન્થકાર ભગવંતે ગાથા નં૦૨૬માં નરકાર્યુ અને દેવાયુનો ઉસ્થિતિબંધ ૩૩ સાગરોપમ કહ્યો છે. તો પણ પૂર્વક્રોડવર્ષના ત્રીજાભાગ અધિક ૩૩ સાગરોપમ સમજવો અને ગાથાનં૦૩૩માં મનુષ્યાયુ અને તિર્યંચાયુનો ઉ∞સ્થિતિબંધ ૩ પલ્યોપમ કહ્યો છે. તો પણ પૂર્વક્રોડવર્ષના ત્રીજાભાગ અધિક ૩ પલ્યોપમ સમજવો.
`શંકા :- તો પછી મૂળગ્રન્થમાં નરકાયુ-દેવાયુનો પૂર્વક્રોડવર્ષનો ત્રીજોભાગ અધિક ૩૩ સાગરોપમ અને મનુષ્યાયુ-તિર્યંચાયુનો પૂર્વક્રોડવર્ષનો ત્રીજોભાગ અધિક ૩ પલ્યોપમ ઉસ્થિતિબંધ કેમ ન કહ્યો?
સમાધાન :- પૂર્વક્રોડવર્ષનો ત્રીજોભાગ અબાધા રૂપે જ ગણાય છે. એટર્લી સ્થિતિ ઉદયમાં આવતી નથી. એટલે જેટલી આયુષ્યની સ્થિતિ ભોગવાય છે. તેટલી જ આયુષ્યની ઉસ્થિતિ કહી છે. તેથી મૂળગ્રન્થમાં અબાધા રહિત આયુષ્યનો ઉ સ્થિતિબંધ કહ્યો છે તેમાં કોઇ દોષ નથી...
એ પ્રમાણે, ઓધે [એકેન્દ્રિયાદિજીવોની વિવક્ષા કર્યા વિના સામાન્યથી] જ્ઞાના૦૫+દર્શના૦૯+વેદનીય-૨+મોહનીય-૨૬+આયુ૦૪+ નામ-૯૩+ગોત્ર-૨+અંત૦૫=૧૪૬ પ્રકૃતિનો ઉ૦સ્થિતિબંધ કહ્યો. અને દરેક પ્રકૃતિની ઉ0સ્થિતિબંધે ઉઅબાધા કહી... એકે-વિક્લે૦-અસંજ્ઞીપંચે જીવોને પરભવાયુનો ઉ∞સ્થિતિબંધ અને અબાધાકાળઃइगविगल पुव्वकोडीं पलियासंखंस आउचउ अमणा । निरुवकमाण छमासा, अबाह सेसाण भवतंसो ॥ ३४ ॥ एकविकलाः पूर्वकोटीं पल्यासङ्ख्यांशमायुश्चतुष्कममनसः । निरुपक्रमाणां षण्मासाः, अबाधा शेषाणां भवत्र्यंशः ॥३४॥
(૧૭) ઉત્કૃષ્ટસ્થિતિબંધના અબાધાકાળના અંતર્મુહૂર્ત કરતાં જઘન્યસ્થિતિબંધના આબાધાકાળનું અંતર્મુહૂર્ત ઘણું નાનું હોય છે.
(૧૮) સ્વોપજ્ઞટીકા ગાથા નં૦૩૩
૯૨