________________
ચાલુભવનું બાકી રહેલું આયુષ્ય અને પછીના બે ભવના આયુષ્ય જેટલી જ જિનનામની સ્થિતિને ગાઢનિકાચિત કરે છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા જે મહાત્મા તીર્થંકર નામકર્મની નિકાચના કરીને અનુત્તરમાં ઉત્પન્ન થવાના હોય અને ત્યાંથી તીર્થકરના ભવમાં ચોરાશીલાખ પૂર્વના આયુષ્યવાળા મનુષ્ય થવાના હોય તે મહાત્મા કાંઈકન્યૂન બે પૂર્વક્રોડવર્ષ અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ જિનનામકર્મની સ્થિતિને ગાઢનિકાચિત કરે છે. એટલે ઉત્કૃષ્ટથી જિનનામકર્મની ગાઢનિકાચિતસ્થિતિ કાંઈકન્યૂન બે પૂર્વક્રોડવર્ષ અધિક ૩૩ સાગરોપમ થાય છે.
જે મહાત્મા જિનનામકર્મની નિકાચના કરીને ૧૦000 વર્ષના આયુષ્યવાળી પ્રથમ નારકીમાં ઉત્પન્ન થવાનો હોય અથવા પલ્યોપમના આયુષ્યવાળો સૌધર્મ દેવલોકમાં દેવ થવાનો હોય અને ત્યાંથી તીર્થકરના ભવમાં ઓછામાં ઓછું ૭૨ વર્ષનું આયુષ્ય હોય, તે મહાત્મા કાંઈકન્યૂન ચાલુભવની આયુષ્યસ્થિતિ અધિક ૧૦0૭૨ વર્ષ અથવા કાંઈકન્યૂન ચાલુભવની આયુષ્યસ્થિતિ અધિક ૭૨ વર્ષ અને ૧ પલ્યોપમ જેટલી જિનનામકર્મની સ્થિતિને ગાઢનિકાચિત કરે છે એટલે જઘન્યથી જિનનામકર્મની ગાઢનિકાચિત સ્થિતિ સાધિક ૧૦૦૦૦ વર્ષ અથવા સાધિકપલ્યોપમ થાય છે.
શંકા - આગમમાં કહ્યું છે કે, જિનનામકર્મની સત્તા તિર્યંચમાં હોતી નથી. પણ જિનનામકર્મની ઉસ્થિતિ અંતઃકોકો સાવ હોવાથી તિર્યંચમાં ગયા વિના પૂર્ણ કેવી રીતે થાય? કારણકે પંચેન્દ્રિયની સ્વકાયસ્થિતિ એકહજારસાગરોપમ છે. એટલે કોઇપણ જીવ વધુમાં વધુ એકહજારસાગરોપમ સુધી પંચેન્દ્રિયમાં રહી શકે પછી મોક્ષમાં ન જાય તો અવશ્ય એકેન્દ્રિયાદિ તિર્યંચમાં જવું પડે છે. તેથી તિર્યંચમાં ગયા વિના અંતઃકો૦કોસાની સ્થિતિ પૂર્ણ કેવી રીતે થાય? અને જો તિર્યંચમાં જાય તો આગમ સાથે વિરોધ આવે છે.
સમાધાન :- અનિકાચિત જિનનામની સત્તાવાળો જીવ ચારેગતિમાં