________________
જ્ઞાનાવરણીયાદિ-૩ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦કોકો સાવ બંધાય છે. ત્યારે ૩૦૦૦ વર્ષ અબાધાકાલ હોય છે અને ૩૦૦૦ વર્ષન્યૂન ૩૦કોટકોવસાવ નિષેકકાળ હોય છે. તથા મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦કોકો સાવ બંધાય છે. ત્યારે ૭000 વર્ષ અબાધાકાલ હોય છે અને ૭૦૦૦ વર્ષન્યૂન ૭૦કોકો સાવ નિષેકકાળ હોય છે.
આયુષ્યકર્મનો એવો સ્વભાવ છે કે, ચાલુભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જ પરભવના આયુષ્યનો ઉદય થાય છે એટલે પરભવાયુના બંધસમયે ચાલુભવના આયુષ્યની જેટલી સ્થિતિ બાકી હોય તેટલી પરભવાયુની અબાધા હોય છે. ઘRO - નામના મનુષ્યનું ચાલુભવનું ૬૦ વર્ષનું આયુષ્ય છે. તેમાંથી ૪૦ વર્ષ ગયા પછી ૨૦ વર્ષનું આયુષ્ય બાકી રહે, ત્યારે પરભવનું ૫૦ વર્ષનું તિર્યંચાયુ બાંધે, તો તિર્યંચાયુની ૨૦ વર્ષની અબાધા હોય. અસત્કલ્પનાથી મનુષ્યા, ૬૦ વર્ષ = ૬૦ સમય
તિર્યંચાયુ ૫૦ વર્ષ = ૫૦ સમય માનવામાં આવે, તો... ચિત્રનં૦૨માં બતાવ્યા મુજબ નામનો માણસ પોતાનું ૪૦વર્ષ=૪૦ સમયનું આયુષ્ય પૂર્ણ થયા પછી ૪૧ થી ૬૦ સુધીના ૨૦વર્ષ–૨૦ સમયનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે ૫૦વર્ષ ૫૦ સમયનું તિર્યંચાયું બાંધી રહ્યો છે. તે વખતે તિર્યંચાયુના ભાગમાં જે દલિકો આવે છે. તે મનુષ્યાયુના ૬૦ મા છેલ્લા] નિષેકની ઉપર ૧થી ૫૦ સમયની સ્થિતિમાં ગોઠવાય છે. એટલે જે સમયે મનુષ્યાય પૂર્ણ થતાં મ નામનો માણસ મરણ પામે છે. તેના પછીના જ સમયે તે જીવને તિર્યંચાયુનો ઉદય શરૂ થઈ જાય છે એટલે તિર્યંચાયુની અબાધા ૨૦ વર્ષ છે
એ જ રીતે, પૂર્વકોડવર્ષના પ્રમત્તસંયમી ચાલુભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે પરભવનું ૩૩ સાગરોપમનું દેવાયુ બાંધે છે. ત્યારે દેવાયુના ભાગમાં જે કર્મદલિકો આવે છે. તેને મનુષ્યાયુના છેલ્લા નિષેકની ઉપર ગોઠવે છે. તે વખતે દેવાયુની ઉOઅબાધા પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ છે અને નિષેકકાળ ૩૩ સાગરોપમ છે.
નામ-ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦કો કો સાવ બંધાય છે. ત્યારે ૨000 વર્ષની અબાધા હોય છે અને ૨૦૦૦ વર્ષન્યૂન ૨૦
૬