________________
* ૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે નવમાગુણઠાણાના પહેલાભાગે આવીને હાસ્ય-રતિ અને ભય-જુગુપ્સા વિના ૫ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે પના બંધનો ચોથો અલ્પતર થાય છે.
* ૫ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે નવમાગુણઠાણાના બીજાભાગે આવીને પુત્રવેદ વિના ૪ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૪ના બંધનો પાંચમો અલ્પતર થાય છે.
* ૪ પ્રકૃતિને બાંધતો બાંધતો જયારે નવમાગુણઠાણાના ત્રીજાભાગે આવીને સંક્રોધ વિના ૩ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૩ના બંધનો છઠ્ઠોઅલ્પતર થાય છે.
* ૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે નવમાગુણઠાણાના ચોથાભાગે આવીને સંવમાન વિના ૨ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૨ના બંધનો સાતમો અલ્પતર થાય છે.
+ ૨ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે નવમાગુણઠાણાના પાંચમાભાગે આવીને સં૦માયા વિના એક જ સંતુલોભનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧ના બંધનો આઠમો અલ્પતર થાય છે.
દરેક અલ્પતરબંધ પછી દ્વિતીયાદિ સમયે અવસ્થિતબંધ થાય છે. મોહનીયકર્મમાં કુલ-૧૦ અવસ્થિતબંધ થાય છે. મોહનીયકર્મમાં ૨ અવક્તવ્યબંધ -
' ઉપશમશ્રેણીમાં ૧૦મા ગુણઠાણે મોહનીયકર્મનો સર્વથા અબંધક થઈને ૧૧મા ગુણઠાણે ગયા પછી ત્યાંથી કાલક્ષયે પડીને ૯માં ગુણઠાણે આવે છે. ત્યારે પ્રથમ સમયે જે એક જ સંવલોભનો બંધ થાય છે. તે પહેલો અવક્તવ્યબંધ કહેવાય. ત્યારપછી દ્વિતીયાદિસમયે ૧નો અવસ્થિતબંધ થાય છે..
' ઉપશમશ્રેણીમાં ૧૦મા કે ૧૧મા ગુણઠાણેથી જીવ ભવક્ષયે પડીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પ્રથમસમયે જે ૧૭ પ્રકૃતિને બાંધે છે તે બીજો અવક્તવ્યબંધ કહેવાય. ત્યાર પછી દ્વિતીયાદિ સમયે ૧૭નો અવસ્થિતબંધ થાય છે.
જ ૬૫