________________
દર્શનાવરણીય અને મોહનીયમાં ભૂયસ્કારાદિબંધ :
नव छच्चउ दंसे दुदु, ति दु मोहे दु इगवीस सत्तरस । तेरस नव पण चउ ति दु, इक्को नव अट्ठ दस दुन्नि ॥ २४ ॥ नव-षट् चतस्रो दर्शने द्वौ द्वौ त्रयो द्वौ मोहे द्वयेकविंशतिः सप्तदश । त्रयोदश नव पञ्च चतस्रः तिस्रः द्वे एका नवाष्टौ दश द्वौ ॥ २४॥
ગાથાર્થ ઃ- દર્શનાવરણીયકર્મમાં ૯ - ૬ - ૪ એ ત્રણ બંધસ્થાન છે. તેમાં ૨ ભૂયસ્કારબંધ, ૨ અલ્પતરબંધ, ૩ અવસ્થિતબંધ અને ૨ અવક્તવ્યબંધ છે. તેમજ મોહનીયકર્મમાં ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧ એ ૧૦ બંધસ્થાન છે. તેમાં ૯ ભૂયસ્કારબંધ, ૮ અલ્પતરબંધ, ૧૦ અવસ્થિતબંધ અને ૨ અવક્તવ્યબંધ છે.
વિવેચન :- ગ્રન્થકાર ભગવંત મૂલકર્મમાં ભૂયસ્કારાદિબંધ કહ્યાં પછી ઉત્તરકર્મપ્રકૃતિમાં ભૂયસ્કારાદિબંધ કહી રહ્યાં છે. તેમાં સૌ પ્રથમ દર્શનાવરણીયકર્મમાં ભૂયસ્કારાદિબંધ કહી રહ્યાં છે.
શંકા :- સૌ પ્રથમ જ્ઞાનાવરણીયકર્મમાં ભૂયસ્કારાદિબંધ ન કહેતાં દર્શનાવરણીયકર્મમાં ભૂયસ્કારાદિબંધ કેમ કહે છે?
સમાધાન ઃ- જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને અંતરાય એ-૫ કર્મમાં ભૂયસ્કારબંધ અને અલ્પતરબંધ હોતો નથી. કારણકે અનાદિકાળથી માંડીને પોતાના બંધવિચ્છેદસ્થાન સુધી જ્ઞાન.વરણીયકર્મ અને અંતરાયકર્મની પાંચે પ્રકૃતિ એકીસાથે બંધાય છે. તેથી તે બન્ને કર્મમાં ૫ કર્મપ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે અને વેદનીયાદિ-ત્રણકર્મની એકસમયે એક જ કર્મપ્રકૃતિ બંધાય છે. તેથી તે ત્રણેકર્મમાં ૧કર્મપ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે. એટલે જ્ઞાનાવરણીયાદિકર્મમાં થોડી પ્રકૃતિને બાંધતો બાંધતો વધારે પ્રકૃતિને બાંધવારૂપ ભૂયસ્કારબંધ કે અધિકપ્રકૃતિને બાંધતો બાંધતો ઓછી પ્રકૃતિને બાંધવારૂપ અલ્પતરબંધ સંભવતો નથી. તેથી ગ્રન્થકાર ભગવંત સૌ પ્રથમ દર્શનાવરણીયકર્મમાં ભૂયસ્કારાદિબંધ કહી રહ્યાં છે. દર્શનાવરણીયમાં ૩ બંધસ્થાન :
કોઇપણ જીવદર્શનાવરણીયકર્મની બીજાગુણઠાણાસુધી ૯ પ્રકૃતિને
૬૦