________________
જીવવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિ :घणघाइदुगोयजिणा तसियरतिग सुभगदुभगचउसासं । जाइतिग जिय विवागा आऊ चउरो भवविवागा ॥ २०॥ घनघातिन्यो गोत्रद्विकं जिनः त्रसेतरत्रिकं सुभगदुर्भगचतुष्कमुच्छासम् । जातित्रिकं जीवविपाका आयूंषि चत्वारि भवविपाकाः ॥ २०॥
ગાથાર્થ :- ઘનઘાતી-૪૭, ગોત્ર-૨, વેદનીય-૨, જિનનામ, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુભગ-૪, દુર્ભગ-૪, ઉચ્છવાસ, જાતિત્રિક [પાંચજાતિ, ૪ ગતિ, વિહાયોગતિ-૨] એ-૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે અને ચાર આયુષ્ય ભવવિપાકી છે.
વિવેચન - જ્ઞાનાપ+દર્શના૦૯+વેદનીય-ર+મોહનીય-૨૮+ નામ-ર૭ [ગતિ-૪, જાતિ-૫, વિહા૦૨, જિનનામ, ઉચ્છવાસ, ત્રણ-૩, સ્થાવર-૩, સુભગ-૪, દુર્ભગ-૪]+ગોત્ર-૨+અંત૨૫=૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે.
જે કર્મપ્રકૃતિ પોતાના ફળનો અનુભવ સીધો જીવને જ કરાવે છે, તે જીવવિપાકી કહેવાય. જેમ કે, જ્ઞાનાવરણીયકર્મ જીવને અજ્ઞાની બનાવે છે. દર્શનાવરણીયકર્મ જીવને આંધળો, બહેરો, બોબડો બનાવે છે. વેદનીયકર્મ જીવને સુખી-દુઃખી કરે છે. દર્શનમોહનીયકર્મ જીવના ક્ષાયિકસમ્યત્વ ગુણને હણે છે. ચારિત્રમોહનીયકર્મ જીવના ચારિત્રગુણને હણે છે. ગતિનામકર્મ જીવને દેવાદિ-પર્યાયની પ્રાપ્તિ કરાવે છે. જાતિનામકર્મ હીનાધિક ચૈતન્યની પ્રાપ્તિ કરાવે છે. અંતરાયકર્મ જીવને દાનાદિ કરતો અટકાવે છે.
શંકા - આયુષ્યકર્મના વિપાકથી જીવને દેવાદિભવમાં ઉત્પન્ન થવું પડે છે. આનુપૂર્વીનામકર્મ પરભવમાં જતાં જીવને વળાંકમાં વાળીને ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે. ઔદારિકશરીરનામકર્મથી શરીરને યોગ્ય પુગલસ્કંધોનું ગ્રહણાદિ કાર્યરૂપ વિપાક જીવમાં થાય છે. તેથી ભવવિપાકી વગેરે પ્રકૃતિઓ પણ પોતાનો વિપાક જીવમાં બતાવતી હોવાથી દરેક પ્રકૃતિને જીવવિપાકી કહેવામાં શું વાંધો છે?
સમાધાન - દરેક પ્રકૃતિની અસર સાક્ષાત્ કે પરંપરાએ (શરીર