________________
કેવળજ્ઞાન ઘનઘાતકર્મો દ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ કેવળજ્ઞાનનો અનંતમાં ભાગ=સંપૂર્ણ જ્ઞાનનો એક દેશ= આંશિક જ્ઞાન અવશ્ય ખુલ્લું રહી જાય છે. એ આંશિકજ્ઞાન પણ કાર્યની અપેક્ષાએ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ એ-૪ વિભાગમાં વહેંચાઈ જાય છે. એટલે તે-૪ જ્ઞાન પણ સંપૂર્ણજ્ઞાનના કિવલજ્ઞાનના] એક દેશરૂપ હોવાથી.... (૧) મતિજ્ઞાનને ઢાંકનાર મતિજ્ઞાનાવરણીયકર્મ દેશઊંતી છે. (૨) શ્રુતજ્ઞાનને ઢાંકનાર શ્રુતજ્ઞાનાવરણીયકર્મ દેશઘાતી છે. (૩) અવધિજ્ઞાનને ઢાંકનાર અવધિજ્ઞાનાવરણીયકર્મ દેશઘાતી છે. (૪) મન:પર્યવજ્ઞાનને ઢાંકનાર મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ દેશઘાતી છે.
* ઘનઘોર વાદળથી ઢંકાયેલા સૂર્યની જેમ કેવલદર્શન ઘનઘાતીકર્મોથી ઢંકાયેલું હોવા છતાં પણ કેવળદર્શનનો અનંતમો ભાગ=સંપૂર્ણ દર્શનનો એક દેશ=આંશિકદર્શન અવશ્ય ખુલ્લું હોય છે. એ આંશિકદર્શન પણ કાર્યની અપેક્ષાએ ચક્ષુરાદિ-૩ વિભાગમાં વહેંચાઈ જાય છે. એટલે ચક્ષુરાદિ-૩ દર્શન પણ સંપૂર્ણકિવળ]દર્શનના એક દેશરૂપ હોવાથી.. (૧) ચક્ષુદર્શનને ઢાંકનાર ચક્ષુદર્શનાવરણીયકર્મ દેશઘાતી છે. (૨) અચક્ષુદર્શનને ઢાંકનાર અચક્ષુદર્શનાવરણીયકર્મ દેશઘાતી છે. (૩) અવધિદર્શનને ઢાંકનાર અવધિદર્શનાવરણીયકર્મ દેશઘાતી છે.
* સંકષાય અને નોકષાયના ઉદયથી સર્વવિરતિમાં ક્ષિાયોપશમિક ચારિત્રમાં] અતિચાર લાગતા હોવાથી કાંઇક અંશે ચારિત્રનો ઘાત થાય છે. તેથી સંકષાય અને નોકષાય દેશધતી છે.
લોકમાં રહેલા સંપૂર્ણ પુગલદ્રવ્યના અનંતમા ભાગ જેટલા જ પુદ્ગલસ્કંધો ગ્રહણ-ધારણ યોગ્ય છે. એટલે સંપૂર્ણ પુદ્ગલદ્રવ્યના “અનંતાભાગ” કરવા. તેમાંથી એક અનંતમો ભાગ=એકદેશ જેટલું જ પુદ્ગલદ્રવ્ય લેવા-દેવા કે ભોગવવા યોગ્ય છે. જો કે તે એકભાગ જેટલા પણ પુદ્ગલદ્રવ્યને જીવ આપી શકતો નથી, મેળવી શકતો નથી કે ભોગવી શકતો નથી. તેમાંથી પણ થોડુંક જ પુદ્ગલદ્રવ્ય જીવ આપી શકે