________________
દલિકોનો ભોગવીને ક્ષય થતો જ હોય છે. ભોગવીને ક્ષય એટલે જ ‘એ સમ્યક્ત્વને આવરવાનું સ્વકાર્ય કરે જ છે.’ એવો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે વાસ્તવિક વ્યાખ્યા આ જાણવી કે ઉદયપ્રાપ્ત અધિકરસનો વિશુદ્ધિથી ક્ષય કરી નાખવો (હણીને ઓછો કરી નાખવો) અને અનુદીર્ણદલિકોના ઉદયાવલિકા બહારના દલિકોના) અધિક રસને દબાવી રાખવો (ઉપશમ કરવો) એ ક્ષયોપશમ.
ક્ષાયોપમિક સમ્યક્ત્વકાળે સમ્યક્ત્વમોહનીયના અમુક રસનો તો વિપાકોદય હોય જ છે, માટે આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ છે. ઉદયપ્રાપ્તરસની તરતમતાના કારણે ક્ષાયોપમિક સમ્યક્ત્વમાં તરતમતા હોય છે, નિર્મળતા-મલિનતા હોય છે. ઉપશમસમ્યક્ત્વકાળે ત્રણમાંથી એક પણ પુંજનો વિપાકોદય હોતો નથી. માટે ઉપશમસમ્યક્ત્વમાં તરતમતા હોતી નથી. તથા એ સમ્યક્ત્વકાળે ત્રણમાંથી એકેનો પ્રદેશોદય પણ હોતો નથી. (કારણકે જીવ અંતરમાં વર્તતો હોય છે) એ જાણવું. ક્ષાયિકસમ્યક્ત્વકાળે તો ત્રણે પુંજ ક્ષીણ થઇ ગયા હોવાથી જ પ્રદેશોદય કે વિપાકોદય કશું હોતું નથી, ને તેથી એમાં પણ તરતમતા હોતી નથી, બધાને એક સરખું હોય છે એ જાણવું. એટલે જ ઉપશમ તથા ક્ષાયિકસમ્યક્ત્વને અતિચાર પણ લાગતા નથી, કારણકે અતિચારઆપાદક એવો સમ્યક્ત્વમોહનીયનો વિપાકોદય હોતો નથી.
હવે ચારિત્રમોહનીય અંગે....
અનંતા૦૪. આ સર્વઘાતી પ્રકૃતિ છે. અર્થાત્ એના દેશઘાતી (૧થી૧૨૦૦૦ પાવરવાળા) સ્પર્ધકો હોતા જ નથી. સર્વઘાતીનો વિપાકોદય હોય ત્યાં સુધી તો ગુણ પ્રગટ થઇ શકતો જ નથી. તેથી સર્વઘાતીનો વિપાકોદય થવાની અયોગ્યતાના કારણે થયેલો પ્રદેશોદય એ ક્ષયોપશમ છે. અલબત્, પહેલા ગુણઠાણે અનંતાનુબંધી ક્રોધના ઉદયકાળે માનાદિનો પ્રદેશોદય હોય છે ખરો, પણ એ પ્રદેશોદય પરાવર્તમાનતાના કારણે થયેલો હોય છે, નહીં કે વિપાકોદયની અયોગ્યતાના કારણે, કારણકે વિપાકોદયની તો યોગ્યતા જ પડેલી છે, માટે એ ‘ક્ષયોપશમ’
૪૨૨