________________
જેમાં અનંતગુણ વિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલો જીવ ક્રમશઃ ચારિત્રમોહનીયની પ્રકૃતિને સંપૂર્ણપણે ઉપશમાવે છે. તે ઉપશમશ્રેણી કહેવાય. તેમાં સૌથી પ્રથમ અનંતાનુબંધીની ઉપશમના થાય છે. અનંતાનુબંધીની ઉપશમના -
૪થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ એક ગુણઠાણામાં રહેલો ક્ષયોપશમસમ્યગ્દષ્ટિજીવ સાકારોપયોગવાળો હોય, ૩યોગમાંથી કોઈપણ ૧ યોગવાળો હોય, ૩શુભલેશ્યામાંથી કોઇપણ ૧ લશ્યામાં હોય, અંતઃકો૦કોસાવસ્થિતિસત્તાવાળો હોય, અશુભપ્રકૃતિની ચતુઃસ્થાનિકરસસત્તાને ક્રિસ્થાનિકરસસત્તા કરતો હોય અને શુભપ્રકૃતિની દ્રિસ્થાનિકરસસત્તાને ચતુઃસ્થાનિકાસ સત્તા કરતો હોય, પરાવર્તમાન શુભપ્રકૃતિને જ બાંધતો હોય, પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ પછીનો નવો સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન કરતો હોય, અશુભપ્રકૃતિનો દ્રિસ્થાનિકરસબંધ અને શુભપ્રકૃતિનો ચતુઃસ્થાનિકરસબંધ કરતો હોય, અને યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કાળની પૂર્વેના અંતર્મુહૂર્તમાં અનંતગુણવિશુદ્ધિવાળો હોય એવો જીવ યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે છે... યથાપ્રવૃત્તકરણ -
યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને ગુણસંક્રમને યોગ્ય વિશુદ્ધિનો અભાવ હોવાથી સ્થિતિઘાતાદિ થતા નથી તથા યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં દરેક સમયે ત્રિકાળવર્તી અનેકજીવની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. તે ષસ્થાનપતિત હોય છે. અને પૂર્વ પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે વિશેષાધિક અધ્યવસાયો હોય છે.
અસત્કલ્પનાથી....યથાપ્રવૃત્તકરણનું અંતર્મુહૂર્ત =૧૨ સમય અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો=૨૦ અધ્યવસાય યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ= ૪ સમય
વિશેષાધિક= ૧ અધ્યવસાય
માનવામાં આવે, તો.. ૩૬૧