________________
ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. અને રસબંધના અધ્યવસાયનો કાળ ઉત્કૃષ્ટથી ૮ સમય છે. એટલે કોઇપણ જીવને એક સ્થિતિબંધના અધ્યવસાયમાં અનેક રસબંધના અધ્યવસાયો બદલાઈ જાય છે. તેથી એક-એક સ્થિતિબંધના અધ્યવસાયસ્થાને દેશ-ક્ષેત્ર-કાલ-ભાવ અને જીવના ભેદથી અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. એટલે સ્થિતિબંધના અધ્યવસાયથી રસબંધના અધ્યવસાયો અસંખ્યગુણા કહ્યાં છે.
એક રસબંધના અધ્યવસાયથી એક જ રસસ્થાનક બંધાય છે. તેથી જેટલા રસબંધના અધ્યવસાયો હોય છે. તેટલા જ રસસ્થાનકો બંધાય છે. એટલે રસબંધના અધ્યવસાયો અને રસસ્થાનકો તુલ્ય છે.
કે તેનાથી રિસબંધના અધ્યવસાયથી] કર્મસ્કંધો અનંતગુણા છે. કારણ કે એકજીવ એકસમયમાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશિથી અનંતગુણહીન કાર્માસ્ક ધોને ગ્રહણ કરે છે. એટલે રસબંધના અધ્યવસાયથી કર્મસ્કંધો અનંતગુણા છે.
કે તેનાથી [કર્મસ્કંધોથી] રસચ્છેદ રિસાણ અનંતગુણા છે. કારણકે એક-એક કાર્મણસ્કંધ અભવ્યથી અનંતગુણા પરમાણુથી બનેલા છે. એ કર્મસ્કંધના એક-એક કર્મપુદ્ગલમાં સર્વજીવથી અનંતગુણા રસાણ હોય છે. એટલે કર્મસ્કંધોથી રસાણ અનંતગુણા છે.
સામાન્યથી કર્મબંધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે પણ વિશેષથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે. તથા સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાય છે. કારણકે ૧૧થી૧૩ ગુણઠાણામાં મિથ્યાત્વાદિ-૩ ન હોય, તે વખતે પણ માત્ર એક જ યોગ બંધહેતુથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. અને ૧૪મા ગુણઠાણે યોગ ન હોવાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થતો નથી એટલે અન્વયવ્યતિરેકથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું મુખ્ય કારણ યોગ છે. તથા પ્રમત્તાદિ-૫ ગુણઠાણામાં મિથ્યાત્વ અને અવિરતિ ન હોય, તે વખતે પણ કષાયથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે અને ૧૧થી૧૩ ગુણઠાણે કષાય ન હોવાથી સ્થિતિબંધ અને રસબંધ થતો નથી એટલે અન્વયવ્યતિરેકથી સ્થિતિબંધ અને રસબંધનું મુખ્ય કારણ કષાય છે.
૩૫૬