________________
અધ્યવસાયસ્થાનમાં મરણ પામે, એ રીતે, મ નામનો જીવ જેટલા કાળમાં ૧૦ કરોડ રસબંધના અધ્યવસાયસ્થાનને મરણવડે સ્પર્શીને મૂકે છે. તેટલા કાળને બાદરભાવપુદ્ગલપરાવર્ત કહે છે.
અહીં જે રસબંધના અધ્યવસાયસ્થાનમાં જીવ એકવાર મરણ પામ્યો હોય, તે જ રસબંધના અધ્યવસાયસ્થાનમાં જીવ બીજીવાર મરણ પામે, તો તે રસબંધનું અધ્યવસાયસ્થાન ગણતરીમાં ન લેવાય.
સંસારમાં ભટકતો કોઇપણ એકજીવ અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયમાંથી સૌપ્રથમ જઘન્યરસબંધના અધ્યવસાયસ્થાને મરણ પામે, પછી કાલાન્તરે બીજા રસબંધના અધ્યવસાયસ્થાને મરણ પામે, એ રીતે, જેટલા કાળમાં તે જીવ અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયસ્થાનોને ક્રમશઃ મરણવડે સ્પર્શી રહે, તેટલાકાળને “સૂક્ષ્મભાવપુગલપરાવર્ત” કહે છે.
અસત્કલ્પનાથી એ નામનો જીવ પહેલીવાર ૧લા જઘન્યરસબંધના અધ્યવસાયસ્થાનમાં મરણ પામે...પછી કાલાન્તરે બીજારસબંધના અધ્યવસાયસ્થાનમાં મરણ પામે, એ રીતે, જેટલા કાળમાં ૧૦ કરોડ રસબંધના અધ્યવસાયસ્થાનને ક્રમશઃ મરણ વડે સ્પર્શે છે. તેટલા કાળને ભાવ સૂક્ષ્મપુદ્ગલપરાવર્ત કહે છે.
અહીં પહેલા અધ્યવસાયસ્થાને મરણ પામ્યા પછી તે જીવ જો ત્રીજા-ચોથા વગેરે અધ્યવસાયસ્થાને મરણ પામે, તો તે અધ્યવસાયસ્થાન ગણતરીમાં ન લેવાય. પણ જો બીજા અધ્યવસાયસ્થાને તે જીવ મરણ પામે, તો તે અધ્યવસાયસ્થાન ગણતરીમાં લેવાય...
એ પ્રમાણે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપુદ્ગલપરાવર્તનું સ્વરૂપ કહ્યું. તેમાંથી ક્ષેત્રપુગલપરાવર્તની અપેક્ષાએ સાસ્વાદન વિના મિથ્યાત્વાદિ-૧૦ ગુણઠાણાનો ઉત્કૃષ્ટઅંતરકાળ કાંઈક ન્યૂન અદ્ધપુદ્ગલપરાવર્ત સમજવો. સામાન્યથી ઉત્કૃષ્ટપ્રદેશબંધ અને જઘન્યપ્રદેશબંધના સ્વામી :अप्पयरपयडीबंधी उक्कडजोगी य सन्निपजत्तो । कुणइ पएसुक्कोसं जहन्नयं तस्स वच्चासे ॥८९॥