________________
નાશ પામતું જાય છે. તેમ તેમ ઉપરના એક-એક નિષેકમાં અસંખ્ય ગુણાકારે દલરચનારૂપગુણશ્રેણી વધતી જાય છે. એટલે દરેકસમયે દલરચનાના સ્થાનો સરખા જ રહે છે. (૮) મોહલપકગુણશ્રેણી -
સાયિકસમ્યત્વી મહાત્માક્ષપકશ્રેણીમાં ૭મા ગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. ૮મા ગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને ૯માં ગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. તેમાં અપૂર્વકરણના પ્રથમસમયે ક્ષેપકમહાત્મા આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી અધિકકાળ સુધીના અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકોમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “મોહલપકગુણશ્રેણી” કહેવાય.
ચિત્રનં૦૩૬માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી..
" કર્મપ્રકૃતિની અંતઃ કોકો સાવ સ્થિતિસત્તા = ૭૦ સમય. બે કરણના કાળથી કાંઇક અધિકકાળ દિલરચનાનું અંતર્મુહૂર્ત]= ૧૬ સમય.
ઉદયાવલિકા= ૨ સમય
માનવામાં આવે, તો.... ક્ષપકમહાત્મા અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કમપ્રકૃતિની અંત:કોકો સા=૭૦સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી= ૩ જા નિષેકથી માંડીને બે કરણના કાળથી કાંઈક અધિકકાળ ૧૬ સમય=૧૬ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.
એ જ પ્રમાણે, બીજાસમયે ઉતારેલા દલિકોને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તબીજા નિષેકથી૧૬ નિષેક સુધી અને અનુદયવતીપ્રકૃતિમાં ૪થી૧૬ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, મોહલપકગુણશ્રેણી ચાલુ રહે ત્યાં સુધી સમ્યકત્વગુણશ્રેણીની જેમ સમજવું.
૩૦૬