________________
એકેન્દ્રિયને જેિ અનાદિકાળથી એકેન્દ્રિયમાં જ છે. હજુ સુધી ત્રસપણું પામ્યા નથી એવા જીવને] હોતી નથી અને સાદિએકેન્દ્રિયદિમાંથી પણ કેટલાકને જ હોય છે. કારણકે તે પ્રકૃતિને પંચેન્દ્રિયજીવ જ બાંધી શકે છે. તેથી દેવદ્રિકાદિ-૧૧ પ્રકૃતિની સત્તા પંચેન્દ્રિયને જ પ્રાપ્ત થાય છે. પછી તે પ્રકૃતિની સત્તાવાળો પંચેન્દ્રિયજીવ વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયમાં જઈ શકે છે. તેથી કેટલાક વિકલેન્દ્રિય અને કેટલાક સાદિએકેન્દ્રિયને દેવદ્રિકાદિ-૧૧ પ્રકૃતિની સત્તા હોય છે. પણ જેમ મૂર્ખ માણસ રત્નોને પથ્થર માનીને ફેંકી દે છે. તેમ “એકેન્દ્રિય જીવો જાતિસ્વભાવે જ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ પ્રસાર થાય ત્યારે દેવદ્ધિકને સંપૂર્ણ ઉવેલી નાંખે છે અને પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ પ્રસાર થાય ત્યારે નરકદ્ધિક અને વૈક્રિયસતકને સંપૂર્ણ ઉવેલી નાંખે છે. એટલે જે જીવો એકેન્દ્રિયપણામાં ૧૧ પ્રકૃતિની સંપૂર્ણ ઉદ્ધલના કર્યા પછી ફરીથી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને તે પ્રકૃતિને ન બાંધે ત્યાં સુધી તે જીવોને ૧૧ પ્રકૃતિની સત્તા હોતી નથી. એટલે તે પ્રકૃતિની સત્તા સાદિએકેન્દ્રિયાદિમાંથી કેટલાક જીવોને હોય છે. કેટલાક જીવોને નથી હોતી. તેથી તે અધુવસત્તાક છે. .
જિનનામને કેટલાક સમ્યગુષ્ટિજીવો બાંધે છે અને કેટલાક નથી બાંધતા. તેથી જિનનામની સત્તા કેટલાકને હોય છે અને કેટલાકને નથી હોતી. માટે જિનનામ અધુવસત્તાકે છે.
કોઇપણ જીવને કોઈપણ કાળે ચારમાંથી કોઈપણ એક અથવા બે જ આયુષ્ય સત્તામાં હોય છે. ચારે આયુષ્ય સત્તામાં હોતા નથી. એટલે એક જીવને ક્યારેક દેવાયુ સત્તામાં હોય અને કયારેક ન હોય. તેથી દેવાયુ અધુવસત્તાક છે એ જ રીતે, બાકીના ૩ આયુષ્ય પણ અધુવસત્તાક છે.
દેવાયુષ્યને અને નરકાયુષ્યને પંચેન્દ્રિયજીવો જ બાંધી શકે છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય બાંધી શકતા નથી. તેથી તે બન્ને આયુષ્યની સત્તા પંચેન્દ્રિયજીવોને હોય છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને નથી હોતી. તથા રૈવેયકાદિદેવો તિર્યંચાયુષ્યને બાંધી શકતા નથી. તેથી તે દેવોને તિર્યંચાયુષ્યની સત્તા હોતી નથી. અને બાકીના જે જીવે તિર્યંચાયુષ્ય બાંધ્યું હોય, તે જીવને તિર્યંચાયુષ્યની સત્તા હોય છે. તથા તેઉકાય-વાયુકાય અને સાતમી નરકમાં